Gujarat

નિયમનો ભંગ થતા ડભોઈ પાલિકા પ્રમુખને તકેદારી પત્ર અપાયું

ડભોઈ
ડભોઇ નગરપાલિકાની જુલાઈ માસમાં મળેલ સમગ્ર સભામાં વિરોધ પક્ષના બે મુદ્દાઓ કલમ ૫૧( ૨ )મુજબ૧/૪ કરતા ઓછા ન હોય તેટલા કુલ ૧૨ સભ્યો લેખિતમાં પ્રમુખશ્રીને વિનંતી કરી હોવા છતાં આ મુદ્દાઓ તારીખ ૩ ૭ ૨૦૨૧ ના રોજ મળેલ સભામાં લેવામાં નહીં આવતા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ દ્વારા પાલિકા પ્રમુખને ઠપકો આપી નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જાેગવાઈઓને ધ્યાનમાં લઈને કામ કરવાની સલાહ આપતા પત્ર ડભોઇ નગરપાલિકાના પ્રમુખને પાઠવવામાં આવેલ છેડભોઇ નગરપાલિકાની તારીખ ૩-૭-૨૦૨૧ના રોજ પ્રમુખ કાજલબેન દુલાનીના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભામાં માત્ર ૫ મિનિટ ચાલી અને પ્રમુખ દ્વારા સભા સમાપ્તનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર પહેલા વિરોધ પક્ષ દ્વારા તારીખ ૧૬-૪-૨૦૨૧ના રોજ ૧૨ સભ્યો લેખિતમાં કાયદાકીય જાેગવાઈ મુજબ બે મુદ્દાઓ સામાન્ય સભામાં લેવા માટે અરજ કરી હતી. પરંતુ પાલિકા પ્રમુખે એજન્ડા બહાર પાડે તેમાં પણ આ બે વિષય લેવામાં આવ્યા નથી તેમજ સભામાં પણ આ બે મુદ્દા લેવામાં નથી આવ્યા. વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણી દ્વારા સદરહુ મુદ્દા નહીં લેવાતા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરાને લેખિતમાં આ બાબતે જાણ કરી હતી. જેથી પ્રાદેશિક કમિશનર દ્વારા આ બાબતે માહિતી મેળવીને આ સામાન્ય સભામાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૫૧(૩)નો ભંગ થયું લાગતા તેઓએ નગરપાલિકા પ્રમુખને આ બાબતે સલાહ આપવામાં આવી અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ કે કૃત્ય ના બને તેની તકેદારી રાખવા અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જાેગવાઈઓને ધ્યાનમાં લઈને નગરપાલિકાનું કામકાજ કરવા જણાવેલ છે. તેમજ આવી ઘટનાઓનું પુનરાવર્તન થશે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૭ મુજબ વડી કચેરીને આ બાબતે દરખાસ્ત મોકલવામાં આવશેનું પણ આપેલ પત્રમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *