ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચનાઓ જેવલીન થ્રોઅર નીરજ ચોપડા ઇન્ડિયન સ્પોર્ટ માટે નવો પોસ્ટર બોય બની ગયો છે. નીરજ ચોપડાએ જેવલીનને દેશમાં એ સમયે પ્રખ્યાત કર્યું જ્યારે અહીં ક્રિકેટની બેટ ખરીદવાની હોડ સૌથી વધારે છે. નીરજ ચોપડાની ઉપલબ્ધિથી વિરુદ્ધ ફેન્સ તેની ફેશન સેન્સના ઘાયલ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા નીરજ ચોપડા Nike Air Jordan 1 સ્નીકર પહેરીને નજરે પડ્યો હતો, જે વર્ષની શરૂઆતમાં દીપિકા પાદુકોણે કેરી કરી હતી.
ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત સ્વદેશ આવ્યા બાદ નીરજ ચોપડાએ પોતાનો પહેલો ફોટોશૂટ ઈન્ડિયા ટૂડે સ્પાઇસ મેગેઝિનના કવર પેજ માટે કરાવ્યો હતો. આ ફોટોશૂટ માટે નીરજ ચોપડાએ સ્વેટશર્ટ પહેરી હતી, ફેશનના બજારમાં તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ ફોટોશૂટ માટે તેણે એડવર્ડ લાલરેંપિયોએ સ્ટાઈલ કરી હતી. નીરજ ચોપડા આ પર્પલ બ્લેક સ્વેટશર્ટમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો. સ્વેટશર્ટને તેણે બ્લેક પેન્ટ સાથે ટીમઅપ કર્યું હતું.નીરજ ચોપડાની આ સ્ટાઇલિશ મોનોગ્રામ જેકવાર્ડ સ્વેટશર્ટ Louis Vuitton બ્રાન્ડની છે. LV પિંક મંદ્રાસ થીમની આ સ્વેટશર્ટને સીઝનમાં ફરીથી વેબસાઇટ પર ડિસ્પ્લે કરવામાં આવી છે. આ સ્વેટશર્ટની કિંમત જાણ્યા બાદ તમને જરૂર થોડો ઝટકો લાગી શકે છે. આ સ્વેટશર્ટની કિંમત લગભગ 1,09,969 રૂપિયાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ સ્વેટશર્ટની કિંમત નીરજ ચોપડાના ઇમ્પોર્ટેડ જેવલીનની કિંમતના લગભગ બરાબર છે. વેબસાઇટ મુજબ આ સ્વેટશર્ટમાં 93 ટકા કોટન અને 7 ટકા પોલિસ્ટર છે અને તે મેડ ઇન ઈટાલી છે.
થોડા દિવસ પહેલા નીરજ ચોપડાનો એક વીડિયો વાયરલ થયો હતો. એ વીડિયોમાં તે પાણીમાં જેવલીન થ્રો કરતો જોવા મળ્યો હતો. તે જ્યારથી ટોક્યો ઓલિમ્પિકમાં આવ્યો છે ત્યારથી સન્માન સમારોહ, ઇન્ટરવ્યૂ અને શૉઝમાં ખૂબ જ વ્યસ્ત રહે છે જેના કારણે તે મન હળવું કરવા માટે માલદીવ પહોંચ્યો હતો. ત્યાં તે સતત અપડેટ્સ આપી રહ્યો હતો. તેણે ફ્લોટિંગ બ્રેકફાસ્ટની મજા લેતો એક તસવીર પણ શેર કરી હતી. તેણે તસવીરના કેપ્શનમાં લખ્યું કે ‘હેલ્ધી બ્રેકફાસ્ટ વિધ અ વ્યૂ’ તો એ પહેલા ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રાને પણ તે મળવા માટે પહોંચ્યો હતો. ત્યાં તેણે અભિનવ બિન્દ્રા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી.


