Gujarat

પાકિસ્તાનમાં માં હિન્દુઓની હત્યા સામે ધ્રાંગધ્રા બજરંગદળ લાલઘૂમ

ધ્રાંગધ્રા :
પાકિસ્તાન અને આતંકવાદ કોઈ નવાઈની વાત નથી. હાલ વિશ્વ આખુ જયારે પાકિસ્તાન ની નાપાક આતંકવાદ પ્રવૃત્તિ ને જાણી ચૂક્યું છે તેમ છતાંય પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃતિઓ કરવાથી ક્ષોભિત નથી બનતું.
હાલ માં અફઘાનિસ્તાન માં તાલિબાને કબ્જો કર્યોં છે જેમાં પાકિસ્તાન ની સંડોવણીને વિશ્વ જાણી ચૂક્યું છે તયારે બધે થી થું થું થઈ રહેલા પાકિસ્તાન ની આર્થિક પરિસ્થિતિ અતિ વિકટ છે. આર્થિક કટોકટી નાં લીધે દેશ માં કત્લેઆમ ન ફેલાય સાથે આમ જનતા સરકાર ને ઉથલાવી ન પાડે એ મોટી બીક છે તયારે પોતાની કાયમી કરતૂતો થી ત્યાંની પ્રજાનું ધ્યાન બીજે દોરી ને ત્યાં વસતા હિંદુઓ ઉપર ઉપર આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગે છે.  તેના આ મનસૂબા સામે રાષ્ટ્રીય બજરંગ દળ, અન્ય હિન્દૂ સંગઠનોએ  સમગ્ર દેશમાં જગ્યા એ જગ્યાએ વિરોધ કરીને પૂતળા દહન નો કાર્યક્રમ યોજ્યો હતો જેના ભાગરૂપે ધ્રાંગધ્રા માં પણ પ્રચંડ વિરોધ દેખાયો હતો. જેમાં બજરંગ દળ, અન્ય હિન્દૂ સંગઠનો અને શહેર ભાજપ દ્વારા પૂતળા દહન કરી રોષ બતાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં સ્થાનિક પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત હતો અને પાકિસ્તાન હાય હાય નાં નારા અને આતંકવાદી નાં પૂતળા દહન સાથે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પત્યો હતો.

IMG-20211009-WA0249.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *