પાલનપુર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટી, એન.એસ.એસ. વિભાગ પાટણ અને જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ર્ડા. મહેશભાઈ મહેતા, નાયબ નિયામક, ઉચ્ચ શિક્ષણ, એન.એસ.એસ. ગાંઘીનગરના અધ્યક્ષસ્થાને યુનિસેફ ફિલ્ડ એક્શન પ્રોજેકટ-૨૦૨૧નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને એન.એસ.એસ. લોકગીતથી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડો. એસ. જી. ચૌહાણે મંચસ્થ મહેમાનોનું અને જિલ્લાની વિવિધ કોલેજાેમાંથી આવેલા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર તથા સ્વયંસેવકોનું સ્વાગત કર્યુ હતું સંસ્થાના દિવ્યભાઈએ અને તેમની ટીમ દ્વારા નાટ્ય અભિનય અને ચર્ચા સાથે બાળકોની સુરક્ષા, બાળ હિંસા જેવી સમસ્યા વિશે સુંદર માહિતી આપી હતી. આ કાર્યક્રમનાં અંતે ડો. ભારતીબેન રાવતે આભારવિધી કરી હતી. કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન એન.એસ.એસ.ના પ્રોગામ ઓફિસર ડો. મનીષભાઈ રાવલ અને ડો. ભારતીબેન રાવત દ્વારા કરવામાં આવ્યું હતું
