Gujarat

પાલનપુરમાં ૪૦ જુગારીઓની અટકાયત ઃ ૬ ફરાર

પાલનપુર
પાલનપુરના ધ જ્યોર્જ ફિફ્થ કલબના હાઈપ્રોફાઈલ જુગારધામમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૪૦ જુગારીયાની અટકાયત કરવામાં આવી, ગુરુવાર બપોરથી શુક્રવાર મોડી રાત સુધી ઝડપાયેલા જુગારીયાઓને પોલીસની નિગરાનીમાં રાખવામાં આવ્યા હતા અને તેમને ભોજન ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે પૂર્વ પોલીસ મથકમાં બસમાં લઈ જવામાં આવ્યા હતા. પૂર્વ પોલીસ મથકે સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મીએ ગુનો નોંધાવ્યો હતો. આ અંગેની વિગતો આપતા પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે ” જુગારની કામગીરી ચાલી રહી હતી તે વખતે ક્લબના સંચાલક અને ટ્રસ્ટી દિલીપસિંહ મદારસિંહ હડિયોલએ આવી સ્ટેટ મોનીટરીંગ સેલને કલબ અંગે વિગતો આપી હતી તેમજ ક્લબના નિયમો અને તેની ફી સંબંધિત વિગતો જણાવી હતી, પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ક્લબના સંચાલક દ્વારા સીસીટીવીની નિગરાનીમાં જુગારની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. સ્થળ પરથી ૧.૭૫ લાખની રોકડ રકમ મળી કુલ જુદા જુદા વાહનો સાથે ૧૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સમગ્ર મામલામાં ૪૦ લોકો સામે નામજાેગ ફરિયાદ કરવામાં આવી છે જ્યારે ૬ લોકો ફરાર થતા તેમના વાહનો જપ્ત કરી તેમની વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છેપૂર્વ રણજી પ્લેયર અને ક્રિકેટર દિલીપ હડિયોલનું ધ કિંગ જ્યોર્જ ક્લબના જમીન વિવાદ બાદ હવે જુગારના સંચાલક તરીકે નામ ખુલતા હડકમ્પ મચી ગયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ગુરુવારે બપોરે જ કલબની ઐતિહાસિક ઇમારતમાં પર છાપો માર્યો હતો. જ્યાં ૨૧ પાના મેરેજનો જુગાર અને રમીની રમત રમાઈ રહી હતી. જે બાદ ૩૦ કલાક કરતા વધુ સમય સુધી કાર્યવાહી ચાલી હતી. અને શનિવારે બપોરે એટેલે ૪૮ કલાક બાદ પૂર્વ પોલીસ મથકે ૪૬ સામે ગુનો દાખલ થયો હતો. જે બાદ સમગ્ર મામલાની તપાસ પશ્ચિમ પોલીસને સોંપવામાં આવી હતી. છ ફરાર જુગારીઓને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

gambling-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *