Gujarat

પાળીયાદ પોલીસની પ્રસંસનીય કામગીરી

અઢી વર્ષની બાળકીને તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવતી પાળીયાદ પોલીસ
મહાનીરિક્ષક અશોકકુમાર યાદવ ભાવનગર ની સૂચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમ દ્રારા કરવામાં આવેલ સુચના મુજબ તા.૧૦/૧૧/૨૦૨૧ ના રોજ સવારના આશરે ૧૦ વાગ્યના સમયે એક બાળકી આશરે અઢી વર્ષની પાળીયાદ બસ સ્ટેન્ડની આગળ બીન વારશી હાલતમા મળી આવેલ અને જે બાળકી સતત રડતી હોય અને જે બાળકીને તેના માતા-પિતા બાબતે પુછતા કંઇ બોલતી ન હોય જે અંગેની જાણ પાળીયાદ પોલીસ ને થતા પાળીયાદ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. વાય.એ.ઝાલા ના માર્ગદર્શન મુજબ પાળીયાદ પો.સ્ટે.ના અના.એ.એસ.આઇ એચ.બી.ખેરાળીયા તથા હેડ.કોન્સ.એચ.ટી.સોલંકી તથા મહીલા પો.કોન્સ.તેજલબેન સી. બારડ એ બાળકીના વાલી વારસને શોધવા માટે તાત્કાલીક અલગ અલગ જગ્યાએ તપાસ કરતા કોઇ ભાળ ન મળતા પાળીયાદ બજારની દુકાનોમાં રહેલ સી.સી.ટી.વી.ફુટેજના આધારે બાળકીના વાલી વારસને શોધવા માટે તપાસ કરતા જાણવા મળેલ કે વાહીદભાઇ ભુપતભાઇ ચૌહાણ જાતે.કાંગસીયા ઉ.વ.૨૫ રહે. પાળીયાદ ભદ્રાવડી રોડ તા.જી.બોટાદવાળા ની બાળકી સવારથી મળતી ન હોય તે બાળકીના માતા-પિતા ની મુલાકાત કરાવતા જે બાળકીનુ નામ કાન્તા આશરે અઢી વર્ષની છે જે બાળકીના પિતા વાહીદભાઇ ભુપતભાઇ ચૌહાણ તથા માતા ઇલાબેન વાહીદભાઇ ચૌહાણ છે આમ ગણતરીના કલાકમાં જ બિન વારશી મળી આવેલ બાળકી કાન્તાનુ તેના માતા-પિતા સાથે પાળીયાદ પોલીસ દ્રારા મીલન કરાવી સોપવામાં આવેલ છે…
તસવીર-વિપુલ લુહાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *