તાજેતરમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે જેમાં પાવીજેતપુર ગ્રામ પંચાયતની સરપંચની બેઠકોની પણ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગ્રામ પંચાયતની બેઠકનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં પાવીજેતપુર ગ્રામ પંચાયતની બેઠક સામાન્ય સ્ત્રી જાહેર કરવામાં આવતા પાવીજેતપુર ની મહિલાઓ દ્વારા સામાન્ય બેઠક ને સ્ત્રી અનામત બેઠક જાહેર કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે , જેમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ જાહેરનામા સ્ત્રી આદિજાતિ બેઠક જાહેર કરવામાં આવી હતી પરંતુ જાહેરનામા કલેકટરશ્રીએ કોઈપણ જાતના ખુલાસા વિના રાજકીય દબાણને વશ થઈ અમારા આદિવાસી સમાજનો હક મારી અમારા બંધારણીય હક્કો અને અધિકારો પર તરાપ મારે છે જેથી અમારી લાગણી દુભાઈ છે અને આદિવાસી સમાજની સ્ત્રીઓ સાથે અન્યાય કરેલ છે અને આદિવાસી સમાજનું અપમાન કરેલ છે
આખી ગ્રામ પંચાયતની સરપંચની બેઠક ને આદિજાતિ સ્ત્રી અનામત બેઠક જાહેર કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


