————————————
૬૦ જેટલા જવાનો આમી BSF. CISF. CRPF. BSF વગેરે મા છે
-–————————–
દર સો વ્યક્તિએ એક જવાન આર્મીમાં
—————————–
રિપોર્ટ.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાનું દહીઅપગામ પોતાની રીતે અનોખું ગામ છે, જ્યાં સાડા ત્રણ હજારની વસતીએ 35 જેટલા યુવકો આર્મીમાં છે. આ ક્રેસ વધી રહ્યો છે. દર વરસે 3થી 4 જેટલા યુવાનો આર્મીમાં જોડાઇ રહ્યાં છે.
દહીઅપના યુવાન કાર્યકર સાજીદ સૈયદે જણાવ્યું હતું કે, કપડવંજથી 13 કિલોમીટર દુર આવેલા દહીંયપ ગામની વસતી અંદાજે સાડા ત્રણ હજારની છે. તેમાં આશરે 2200 જેટલા મુસ્લિમો રહે છે. બાકીની હિન્દુ વસ્તી છે. આ ગામમાં અંદાજે 35 જેટલા યુવાનો
આર્મી સાથે સંકળાયેલા છે.શાહીદ સૈયદ વધુમાં જણાવે છે કે આટલા બધા લોકો આર્મી મા છે એક દહીંઅપ ગામ માટે ખુબ જ સારી બાબત છે. આ બધા જવાનો બોડર ઉપર રાત દિવસ દેશ ની રક્ષા કરે છે આપણા ગામ લોકો માટે એક ગવૅ ની બાબત છે.દર વર્ષે આ ગામમાંથી 3થી 4 યુવાનો લશ્કરમાં જોડાઇ રહ્યાં છે. જેમાં મુસ્લિમ યુવાનોની સંખ્યા પણ વધુ છે.
નસરુમીયા ખોખર સોથી પહેલા લાગેલા આર્મીમાં નસરુમીયા એ ૧૯/૩ /૧૯૮૦ ના રોજ હૈદરાબાદ ખાતે થી પોતાની નોકરી ની શરૂઆત કરી. પછી દિવસે ને દિવસે વધારે લોકો જોડાતા થયા હાલના સમય મા પણઅત્યારે ૧૦૦ થી વધારે છોકરા,છોકરી ઓ પોલીસ,પી.એસ.આઈ ની તૈયારી કરી રહ્યા છે.


