પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ જિલ્લાના સરપંચો સાથે શુક્રવારે લાઠી બાયપાસ તુલસી પાર્ટી પ્લોટ ખાતે બપોરે ૧:૦૦ કલાકે સંવાદ કરશે
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ શુક્રવારે લાઠી બાયપાસ તુલસી પાર્ટી પ્લોટ ખાતે બપોરે ૧:૦૦ કલાકે અમરેલી જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરશે . આ તકે ચૂંટણી ઇન્ચાર્જ જીતુભાઇ વાઘાણી , ધર્મેન્દ્રસિંહ જાડેજા , કેન્દ્રિયમંત્રી પરશોત્તમભાઇ રૂપાલા , એન.સી.યુ.આઇ.ના ચેરમેન દિલીપભાઇ સંઘાણી , સાંસદ નારણભાઇ કાછડીયા , ધારાસભ્ય જે.વી. કાકડીયા , હિરાભાઇ સોલંકી , જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જયંતીભાઇ કવાડીયા , ભરતભાઇ ગાજીપરા તથા જિલ્લા ભાજપના સરપંચો , પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહેશે . આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા અને ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે . તેમ ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા , પુનાભાઇ ગજેરા તથા પીઠાભાઇ નકુમની યાદીમાં જણાવ્યું છે .


