Gujarat

પ્રાંતિજ તાલુકાના કમાલપુર ખાતે પેજ પ્રમુખો અને કાર્યકરોની મળેલી બેઠક

ગુજરાત રાજ્ય ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના દુદુબી ગાજવા માંડ્યા છે ત્યારે ભાજપ દ્વારા સત્તા હાંસલ કરવાના ભાગરૂપે તમામે તમામ પ્રકારની તૈયારીઓ આદરી દીધી છે અને તેના ભાગરૂપે સંગઠન ક્ષેત્રમાં ખૂબજ પરીણામ લક્ષી કામ કરનારા સીનીયર મહારથીઓ દ્વારા તમામે તમામ પ્રકારની પરિસ્થિતિઓનો તાગ મેળવીની પાયાના કાર્યકરો અને પેજ પ્રમુખો મંડલ ના સભ્યો અને ભાજપ વિચારધારા ધરાવતા તમામ ના સંપર્ક માં રહીને બેઠકોનો દોર ચાલુ કર્યો છે.

ખેડા જિલ્લામાં સંગઠનનું મહત્વનું કામ કરનારા અને લોકપ્રિય નેતા માજી મંત્રી જયસિંહ જી ચૌહાણ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગામડાઓમાં અને તાલુકા મથકે પણ પેજ પ્રમુખોની બેઠકમાં વર્તમાન પરિસ્થિતિમાં ખૂબજ કાબેલિયત રાખી લોકસંપર્ક અને સરકારના કામો પ્રજાસમક્ષ મુકી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોને ક‌ઈ રીતે ભવ્ય વિજય અપાવનાર અને ચૂંટણી વ્યૂહ રચના ની સમજ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *