Gujarat

પ્લાન નકશાથી વિપરીત બાંધકામ વાળો મામલો ટાઉન પ્લાનિંગ કમિટીના હવાલે.

આ બાબતની વિગતો એવી છે કે ધ્રાંગધ્રાનાં હળવદ રોડ ઉપર સ્થિત પ્લાન નકશા થી વિપરીત મનમાંનીપૂર્વકના બાંધકામ સામે અરજદાર ની અરજી બાદ પાલિકા એ સ્થળ તપાસ બાદ અરજી હકીકત યોગ્ય લાગતા બિલ્ડિંગના માલિક વાઘજી પટેલ ને નોટિસ ફટકારી હતી.
પાલિકા નાં ચીફ ઓફિસર રાજુભાઈ શેખ નાં જણાવ્યા મુજબ આ બિલ્ડિંગને બિલ્ડીંગ યુઝ પરમિશન અને ફાયર એન ઓ સી અંગે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. પાલિકા ની નોટિસ છતાંય કોઈ સંતોષકારક જવાબ કે યોગ્ય બાહેંધરી બિલ્ડીંગ માલિકો આપી શક્યા નથી.
અરજદાર ની વિગત મુજબ  બિલ્ડીંગ માં પ્લાન થી વિરુદ્ધ મનમાનીપૂર્વકનું બાંધકામ કરીને દુકાનદારો, પ્રશાસન અને સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. હાલ રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી માં નોંધણી ફરજીયાત છે તયારે જ્યાં બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી બાબતે જ પાલિકાને નોટિસો આપવી પડે તો આ જરૂરી નોંધણી કઈ રીતે થઈ હશે?
નકશામાં ટોયલેટ વાળી જગ્યાએ દુકાનો ઉભી કરીને તેને દસ્તાવેજ વગર વહેંચી દેવામાં આવી હોવાની ફરિયાદ સાથેની રિપીટ અરજ બાદ પાલિકા એ કડક વલણ સાથે 4 ઓક્ટોમ્બર નાં રોજ ફરી નોટિસ આપી હતી જેમાં આપેલ  સમય મર્યાદા પૂર્ણ થતાં પાલિકા ચીફ ઓફિસર દ્વારા  મામલો ટાઉનપ્લાનિંગ કમિટી ને સોંપવામાં આવેલ છે અને ટાઉનપ્લાનિંગ કમિટી નાં રિપોર્ટ નિર્ણય બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બાંધકામ સમિતિ નાં ચેરમેન અજીતસિંહ ઝાલા અનઅધિકૃત ઇમારતો સામે  કાર્યવાહી કરવામાં તટસ્થ અને કડક વલણ ધરાવે છે તયારે સમગ્ર મામલે બાંધકામ અને ટાઉનપ્લાનિંગ કમિટી કેવા પગલાંઓ ભરશે તે તરફ નગરજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

IMG-20211018-WA0200.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *