થરાદ
બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં ગાબડા પડ્યાની ઘટનાઓ જાેવા મળી રહી છે. નવા વર્ષના આરંભમાં જ આ ઘટનાઓ સામે આવી છે. અહેવાલ હતા કે કેનાલમાં પાણી છોડતાં સાથે જ કેનાલમાં બે જગ્યાએ ગાબડા પડ્યા હતા. તેમાં સુઈગામ પાસે પનેસડા નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. તો બીજું ગાબડું ભાભર પાસે આવેલા કારેલા નજીક પડ્યું હતું. માઇનોર કેનાલમાં ૧૨ ફૂટ થી મોટુ ગાબડું પડ્યું હતું. તો આ ત્રીજું ગાબડું સામે આવ્યું છે. જે ભોરલ પાસે કેનાલમાં પડ્યું ર્છ ત્યારે પાણી છોડાતા અવારનવાર પડતા ગાબડા કેનાલના કામની ગુણવત્તા છતી કરી છે. તો આ ગાબડાથી ખેડૂતોના ખેતરો ભરાઈ જતા હોય છે. પાણી ભરાઈ જતા નુકસાન પણ જતું હોય છે. ક્યારેક વરસાદ, ક્યારેક દુષ્કાળ તો ક્યારેક આવા ગાબડા પડવાની ઘટનાઓમાં થયેલા નુકસાનમાં જ ખેડૂત દબાયેલો જાેવા મળી રહ્યો છે.થરાદના ભોરલ પાસે કેનાલમાં મોટુ ગાબડું પડ્યું પડી ગયાની ઘટના સામે આવી છે. કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ત્યારે પાણી તો વેડફાયું જ છે સાથે સાથે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. ગાબડું પડી જતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ ગયું. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવુ પડ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કેનાલમાં આ ૨૦૦ થી વધુમી ગાબડા પડવાની ઘટના સામે આવી છે.
