Gujarat

બરવાળા અને રાણપુર તાલુકામાં ફટાકડાના વેચાણની પરવાનગી માટે સબંધિત નાયબ કલેકટર અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટની કચેરીએ અરજી કરવાની રહેશે

બરવાળા નાયબ કલેકટર અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બરવાળા અને રાણપુર તાલુકામાં આગામી દિવાળીના તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઈચ્છતા તમામ વેપારીઓએ બરવાળા નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તાર અને રાણપુર તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સબંધિત વેપારીઓએ નાયબ કલેકટર અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, અમદાવાદ – ભાવનગર હાઈવે બરવાળા ખાતે એ.ડી.એમ શાખામાંથી નિયત નમુનામાં અરજી ફોર્મ આગામી તા.૧૫-૧૦-૨૦૨૧ સુધીમાં કચેરી સમય દરમ્યાન રજાના દિવસો સિવાય રજુ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ તથા અધુરી વિગતો તથા  અધુરા પુરાવાઓ વાળી મળેલ અરજીઓનો અસ્વિકાર કરવામાં આવશે જેની તમામ સબંધકર્તાએ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *