Gujarat

બાઈડેનના શપથ ગ્રહણ પહેલા અમેરિકામાં હિસાની FBIએ આપી ચેતવણી

એફબીઆઈએ ચેતવણી આપી છે કે, જો બાઈડેનના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારંભથી પહેલા આખા અમેરિકામાં સશસ્ત્ર પ્રદર્શન થઈ શકે છે.

એવો રિપોર્ટ્સ છે કે, સશસ્ત્ર જૂથ 20 જાન્યુઆરીએ બાઈડેનના શપથ ગ્રહણ સમારંભથી પહેલા બધા 50 રાજ્યોની કેપિટલ અને વોશિંગ્ટન ડીસીમાં ભેગા થવાની યોજના બનાવી રહી છે.

શપથ ગ્રહણ સમારંભ માટે કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોમવારે બાાઈડનને પત્રકારોને કહ્યું કે, તેઓ અમેરિકન કેપિટલ બહાર શપથ ગ્રહણ કરવાથી ડરીશું નહીં.

શક્યતા છે કે, હજું પણ બાઈડન અને કમલા હેરિસ બિલ્ડીંગ બહાર જ શપથ લઈ શકે છે. તેમનું શપથ ગ્રહણ સમારંભ તે ઘટના પછી બે અઠવાડિયા પછી જ્યારે ચૂંટણી પરિણામના વિરોધમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક યૂએસ કેપિટલની ઈમારતમાં ઘૂસણખોરી કરી હતી. આ ઘટનામાં હિંસા થઈ અને કેટલા લોકોના જીવ પણ ગયા હતા.

હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના કાર્યકારી પ્રમુખ ચેડ વૂલ્ફે સોમવારે કહ્યું કે, તેમને યૂએસ સીક્રેટ સર્વિસને બુધવારે સમારંભના છ દિવસ પહેલા વિશેષ અભિયાન શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

અધિકારીઓ અનુસાર, સમારંભને નજરમાં રાખીને 15,000 રાષ્ટ્રીય ગાર્ડના દળોને તૈનાત કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *