Gujarat

ભાજપા નેતાનું વિવાદિત નિવેદન: ‘કોરોના વેક્સિન પર વિશ્વાસ નથી તે પાકિસ્તાન જતા રહે’

કોરોના વાયરસ વેક્સિનનને લઈને મુસ્લિમ સમુદાય તરફથી વ્યક્ત કરવામાં આવી રહેલી આશંકાઓ વચ્ચે ભાજપા ધારાસભ્યએ વિવાદીત નિવેદન આપ્યું છે. મેરઠના સરધાણાથી ધારાસભ્ય સંગીત સિંહ સોમે ચંદોસીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કોવિડ-19 રસીકરણના પ્રશ્ન પર કહ્યું કે, દૂર્ભાગ્યથી કેટલાક મુસ્લિમ દેશ પર વિશ્વાસ કરી રહ્યાં નથી. તેઓ દેશના વૈજ્ઞાનિક, પોલીસ અને વડાપ્રધાન પર વિશ્વાસ કરતા નથી. તેમની આસ્થા પાકિસ્તાનમાં છે તો તેઓ પાકિસ્તાન જતા રહે, પરંતુ વૈજ્ઞાનિકો ઉપર શંકા ના કરે.

ઉલ્લેખનિય છે કે, દુનિયાભરમાં મુસ્લિમોએ વેક્સિનમાં ભૂંડની ચરબી (પોર્ક જિલેટિન) મિશ્રિત હોવાના કારણે પ્રશ્ન ઉભો કર્યો છે. કેટલીક વેક્સિન કંપનીઓનું કહેવું છે કે, તેઓ પોતાની રસીમાં કોઈપણ પ્રતિબંધિત ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જોકે, વૈજ્ઞાનિક માને છે કે, વેક્સિનને સ્થિર રાખવા માટે પોર્ક જિલેટિનનો ઉપયોગ અનેક વખત જરૂરી થઈ જાય છે. એવામાં વેક્સિનને લઈને મુસ્લિમોએ શંકા વ્યક્ત  કરી છે.

ઉલ્લેખનિય છે કે, સંગીત સોમનું નિવેદન એવા સમયે આવ્યો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત દેશવાસીઓને કોરોવા વેક્સિન લગાવવાની અપીલ કરી રહ્યાં છે. તેમને હાલમાં જ પહેલા તબક્કામાં લાગનાર વેક્સિનને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ફ્રિ કરવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *