Gujarat

ભારતમાં કોરોનાના ૨૦૧ દિવસ પછી ૨૦,૦૦૦થી ઓછા કેસ

નવી દિલ્હી , તા.૨૯
દૈનિક પોઝિટિવ રેટ ૧.૪૨ ટકા રહ્યો છે. જે છેલ્લા ૨૯ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૮૮ ટકા રહ્યો છે. જે છેલ્લા ૯૫ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૭૯ લોકોના મોત થયા છે. જે પૈકી ૫૮ મોત કેરળમા અને ૩૨ મોત મહારાષ્ટ્રમાં થયા છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮,૭૯૫ નવા કેસો નોંધવામાં આવ્યા છ. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૬,૯૭,૫૮૧ થઇ ગઇ છે. નેશનલ રિકવરી રેટ ૯૭.૮૧ ટકા થઇ ગયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. જાે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૧૭૯ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૭,૩૭૩ થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીન૨,૯૨,૨૦૬ થઇ ગઇ છે. જે છેલ્લા ૧૯૨ દિવસના સૌથી ઓછા કેસ છે.

Coronaaviraus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *