Gujarat

ભાવનગરના ભાદેવાની શેરીમાં મકાન ધરાશાયી થતાં મહિલાનું મોત

ભાવનગર
ભાવનગર શહેર હલુરીયા ચોક દિવાનપરા રોડ પાસે ગૌરી ફળિયુ છગન ડાયાની ડેલી પાસે આજે વહેલી સવારે ૫ઃ૪૦ કલાકે ફોન આવ્યો હતો કે એક મકાન પડ્યું છે, હિંમતભાઈ રામજીભાઈ રાજપુરાની માલિકીનું ઘર છે. ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી જઈ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફ ૧ કલાકની જહેમત બાદ ૪માંથી ત્રણને બચાવ્યા હતા, જ્યારે એક માહિલનું મોત થયું હતું. રિદ્ધિબેન મિતભાઈ(માધવ) રાજપુર આ.ઉ.મ.૨૦ નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ત્રણ ઇજા ગ્રસ્તોને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં દીપકભાઈ હિમતભાઈ રાજપુરા આશેર ઉ.મ.૫૨ તથા તેના પત્ની નયનાબેન હિમતભાઈ આ.ઉ.મ.૫૦ તથા મિતભાઈ( માધવભાઈ) રાજપુરા આ.ઉ.મ.૨૫ તમામ ને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ જવામાં આવ્યા હતાઆ બનાવની ફાયર બીગ્રડને જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે પોહચી કાટમાળ હટાવી દટાયેલા વ્યક્તિઓ ને બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના હલુરિયા ચોક પાસે આવેલ છગન ડાયાની ડેલી ભોળાનાથના મહાદેવના મંદિર દીવાનપરા રોડ પાસે આવેલ ગૌરી ફળિયુમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ૪ વ્યક્તિઓ દટાયા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ભાવનગર શહેરના ભાદેવાની શેરીમાં એક મકાન ધરાશાયી થતા ચાર વ્યક્તિઓ દટાયા હતા, જેમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. શહેરના ભાદેવાની શેરીમાં આજે વહેલી સવારે એક મકાન ધરાશાયી થતા ૪ દટાયા હતા જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા ૧૦૮ મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *