ભાવનગર
ભાવનગર સમિપ આવેલા ભાલ પંથકના કાળાતળાવ ગામની સીમમાંથી કાળીયારના મૃતદેહ સાથે બુધા ગોબર વેગડ તથા જાવેદ દિલાવર પઠાણની ધડપકડ કરી હતી. આ બંને શખ્સોએ પોલીસ રીમાન્ડમાં વધુ બે શખ્સોના નામ આપ્યા હતા. જેથી વન વિભાગના અધિકારીઓએ ભાવનગર શહેરમાં રહેતા મોસીન દિલાવર પઠાણ તથા સોયેબ સલીમ કુરેશીના ઘરે દરોડો પાડી ઘરમાથી મૃત પશુના અવશેષો સાથે ધારદાર છરા સહિતના તિક્ષ્ણ હથિયારો કબ્જે કરી આ શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. આ ગુના અંગેની વધુ તપાસ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી. જી. ગઢવી ચલાવી રહ્યાં છે. એચ.પી.ચુડાસમા, રાઉન્ડ ફોરેસ્ટર જે.એલ.જાની, રાઉન્ડ ફોરેસ્ટર કે.એમ.પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર તથા આર.વી.ચાવડા, ફોરેસ્ટગાર્ડ એમ.આર.જાળેલા, ફોરેસ્ટગાર્ડ કે.એસ.ચુડાસમા, ફોરેસ્ટગાર્ડ એસ.ડી.ઝાલા, ફોરેસ્ટગાર્ડ સહિતનો સ્ટાફ કામગીરીમાં જાેડાયો હતો.ભાવનગરના ભાલ પંથકમાં આવેલા કાળાતળાવ ગામની સીમમાંથી તાજેતરમાં શેડ્યુઅલ વનમાં આવતી આરક્ષિત પ્રજાતિ કાળીયારના શિકાર સાથે બે શખ્સો ઝડપાયા હતાં. ત્યારે આ શખ્સોએ પોલીસ રીમાન્ડમાં વધુ બે શખ્સોઓના નામ આપતાં વન વિભાગે ભાવનગરના બે શખ્સોને તેના ઘરમાથી મૃત પ્રાણીઓના અવશેષો તથા હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.
