Gujarat

ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે ૨૬ નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

ભાવનગર
ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે ૨૬ નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી ભાજપ કાર્યાલયથી જશોનાથ ચોક સુધી રેલી કાઢી આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતરત્ન અને વિશ્વવિભુતી એવા મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકરજી દ્વારા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસમાં વિશ્વનું સૌથી મોટુ અને વિસ્તૃત બંધારણ ભારત માટે તૈયાર કરીને તારીખ ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવેલ.સંવિધાનના આ મહામૂલા ગ્રંથે આપણા સૌના જીવનમાં ઉજાસ પાથર્યો છે. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આગામી તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૧ ના રોજ આ ઐતિહાસિક “સંવિધાન ગૌરવ દિવસ” સંવિધાનની પૂજા અર્ચન કરીને પંડિત દીનદયાળ ભવન શહેર ભાજપ કાર્યાલયથી જશોનાથ ચોક સુધી સંવિધાનને લઈને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડો.આંબેડકરની ૧૨૫ જન્મજયંતિ નિમિત્તે આ દિવસને સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરાયેલ જેના ભાગરૂપે આજે સંવિધાન ગૌરવ દિન નિમિત્તે સંવિધાનની પુજા અને યાત્રાનું શહેર ભાજપ દ્વારા આયોજન કરાયેલ ભાજપ કાર્યાલયથી સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, સહિત સંગઠનના હોદ્દેદારો, નગરરસેવકો, કાર્યકરો વિગેરે જાેડાયા હતા. અને આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

bjp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *