Gujarat

ભૂપેન્દ્રભાઈ પટેલ દુબઇ એકસપો-ર૦ર૦માં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થશે

રાજકોટ
દુબઇ એકસપો –ર૦ર૦માં ‘ધોલેરા પાયોનિયરીંગ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડીયા’ સેશનનો પ્રારંભ ભારતીય સમય અનુસાર બપોરે ૪ કલાકે થવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ સત્રમાં ભારતના દુબઇ ખાતેના કોન્સ્યુલ જનરલ શ્રી અમન પૂરી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ચેરમેન શ્રી સંજીવકુમાર, શરાફ ગૃપના વાઇસ ચેરમેન શ્રી શરાફૂદિન શરાફ પણ વર્ચ્યુઅલ તેમજ પ્રત્યક્ષ ઉપસ્થિતીથી જાેડાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દુબઇ એકસપો-ર૦ર૦માં ઇન્ડીયા પેવેલિયન ખાતે આજે બપોરે ધોલેરા જીૈંઇના યોજાનારા સ્પેશ્યલ સેશનમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થશે. સેટિંગ ન્યૂ બેંચ માર્કસ ફોર ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી-ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી’ની વિષયવસ્તુ સાથે આયોજિત આ સત્રમાં મુખ્યમંત્રીશ્રી આ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરા જીૈંઇની વિશેષતાઓની પ્રભાવક પ્રસ્તૃતિ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *