Gujarat

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં બેઠક

ગોધરા
પંચમહાલ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરતા ઇલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલને ફોર્મ નંબર ૬ની અરજીઓ, ફોર્મ નંબર ૭ની અરજીઓ, ફોર્મ નંબર ૮ની અરજીઓ તેમજ ફોર્મ નંબર ૮કની અરજીઓ કેટલી મળી છે. તેની થયેલી કામગીરીની વિગતો વિડીયો પ્રેઝન્ટેશન દ્રારા જિલ્લા નાયબ ચુંટણી અધિકારી નેહાબેન ગુપ્તાએ રજુ કરી હતી. તેને નિહાળી ઓબઝર્વર રાજકુમાર બેનીવાલે ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સુચન સાથે રચનાત્મક માર્ગદર્શન આપી જિલ્લામાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વધુમાં વધુ અસરકારક બનાવી ખાસ ઝુંબેશના ભાગ રૂપે લઇ વધુમાં વધુ યુવાન મતદારો પોતાની મતદાર તરીકે નોંધણી કરાવવા ફોર્મ નંબર ૬ ભરે તેવો અનુરોધ કર્યો હતો. તેમજ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાન મથકો ખાતે હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓનો સ્વીકાર કરવામાં આવે તેના થકી આ કાર્યક્રમને અસરકારક બનાવવા માટે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતીપંચમહાલ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તારીખ ૦૧ નવેમ્બર-૨૦૨૧થી તા ૩૦ નવેમ્બર-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. જેમા થયેલી કામગીરીની સમીક્ષા અંગે પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલ ઇલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદન-૧ના સભાખંડમાં ઓબઝર્વરને પુષ્પગુચ્છ આપી સમીક્ષા બેઠક યોજાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *