મર્ચન્ટ શિપિંગ એકટની એકટની કલમ ૪૩૫ (પી) ધ્યાને લઇ પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા પકડાયેલ અને પાકિસ્તાનના જુદા જુદા બંદરોએ રાખવામાં આવેલ બોટો પૈકીની ઓખા ખાતે રજિસ્ટર્ડ રજીસ્ટ્રેશન નંબર IND-GJ-10-MM-3197(NEW VRC NO. IND-GJ-37-MM-1955) શ્રી બોલીમ દાઉદ હારુન, સુરજકારાડી, દ્વારકાની બોટ ‘રાધે ક્રિષ્ના‘નું રજીસ્ટ્રેશન તથા ફીશીંગ લાયસન્સ આધાર-૩ રાષ્ટ્રીય સુરક્ષાના અગ્રીમ કારણોસર રદ કરવામાં આવે છે, તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.
દિવ્યા ત્રિવેદી
