Gujarat

મહારાષ્ટ્ર અને ઓડિશાએ કોવિડ વૅક્સીનેશન પર લગાવી રોક, રાજ્ય સરકારોએ કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: સમગ્ર દેશભરમાં વિશ્વભરના સૌથી મોટા રસીકરણ અભિયાનનો (Corona Vaccination) ગઈકાલથી આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે મહારાષ્ટ્ર અને ઓડિશામાં કોરોના વૅક્સીનેશન (Covid Vaccination) પર કામચલાઉ રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના વાઈરસ (Corona Virus) વિરુદ્ધ ચાલી રહેલા વૅક્સીનેશન અભિયાનને (Corona Vaccination) બે દિવસ સુધી રોકી દીધુ છે. વૅક્સીનેશનનું આ અભિયાન (Covid Vaccination) 18 જાન્યુઆરી સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં રોકવામાં આવ્યું છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ મુજબ, CoWin એપમાં (CoWin App For Vaccination) ટેક્નીકલ ખામીના કારણે આ કાર્યક્રમમાં હાલ પુરતી રોક લગાવવામાં આવી છે.

આ અંગે એડિશનલ મ્યૂન્સિપલ કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું કે, CoWin એપમાં (CoWin App For Vaccination) કેટલીક ટેક્નીકલ ખામી આવી ગઈ છે. આથી તે ઠીક કરવામાં આવી રહી હોવાથી રવિવાર અને સોમવારે રાજ્માં કોરોનાની વૅક્સીન (Corona Vaccine) નહીં મૂકવામાં આવે.

શું 19 જાન્યુઆરીથી વૅક્સીનેશન (Corona Vaccination) ફરીથી શરૂ થશે? આ પ્રશ્નનો જવાબ આપતા સુરેશ કાકાનીએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી, પરંતુ આગળ જાણકારી આપવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, વૅક્સીનેશન અભિયાનના (Covid Vaccination) પ્રથમ દિવસે દેશમાં 1.91 લાખ લોકોને કોરોના વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવી છે. વૅક્સીનેશન માટે 3,351 સેન્ટર બનાવવામાં આવ્યા હતા. આ વૅક્સીનેશન સેન્ટર પર 16,755 લોકોને ડ્યૂટી સોંપવામાં આવી હતી.

જો મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 285 સેન્ટર્સ પર કોરોના વૅક્સીનેશનની (Corona Vaccination) શરૂઆત થઈ હતી. રાજ્યમાં શનિવારે 28,500 હેલ્થ વર્કર્સને વૅક્સીન (Covid Vaccine) આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જો કે મુંબઈમાં આજે કોરોના વૅક્સીનેશન અભિયાનના પ્રથમ દિવસે જ ટેક્નીકલ ખામીના પગલે 4,000 લોકોના વૅક્સીનેશનનો ટાર્ગેટ પૂરો નહતો થઈ શક્યો. રાજ્ય સરકારનું કહેવું છે કે, ઑફલાઈન માધ્યમ થકી વૅક્સીનેશનનું કાર્ય નહીં કરવામાં આવે.

બીજી તરફ ઓડિશાની (Odisha) સરકારે પણ કોરોના વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination) પર રવિવાર સુધી રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, જે લોકોએ ગઈકાલે વૅક્સીન (Covid Vaccine) લીધી છે, તેમને આજે ઓબ્ઝર્વ કરવામાં આવશે.

શું છે CoWin App?
કેન્દ્ર સરકારે કોરોના વૅક્સીનેશનને લઈને એક CoWIN (Covid Vaccine Intelligence Work) એપ શરૂ કરી છે. વૅક્સીનેશનના પ્રથમ તબક્કામાં આ નેટવર્ક સાથે જોડાયેલા 80 લાખ લોકોને રસી આપવામાં આવશે. આ એપ (CoWin App For Vaccination) થકી સરકારને સ્વાસ્થ્ય ડેટા એક જગ્યાએ કલેક્ટ કરવામાં મદદ મળશે. CoWinથી કોરોના વૅક્સીનેશનના રિયલ ટાઈમ, વૅક્સીનેશનના સ્ટૉક્સ અંગે સૂચનાઓ અને તેને સ્ટોર કરવા તાપમાન અને જે લોકોને વૅક્સીન આપવાની છે, તેમને ટ્રેક કરવા જેવા કામ થશે.

જણાવી દઈએ કે, Co-Win એપને (CoWin App For Vaccination) લઈને મહારાષ્ટ્ર સરકાર પહેલા જ સવાલ ઉઠાવી ચૂકી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે, વૅક્સીનેશનનું કામકાજ CoWin એપ્લિકેશન પર આધારિત હશે. જો વૅક્સીનેશન સેન્ટર્સમાં સ્વાસ્થ્ય કર્મચારી ટેક્નોલોજીના જાણકાર નહીં હોય અથવા સેન્ટર પર ઈન્ટરનેટ કનેક્ટીવિટી નહીં હોય, તેવા સંજોગોમાં શું થશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *