Gujarat

મહિલા આગેવાનના ખીલે કુદી પાણી પ્રદૂષણ પર ઢાંકપીછોડો કરવાનો ઉદ્યોગપતિઓનો હીન પ્રયાસ !!

પેટા : પોતાની “કારી” ન ફાવતા મહિલા પત્રકારોને ખોટા પાડવા હાલી નીકળી ??
પેટા
જેતપુરના પ્રદુષણ માફિયાઓ ઉપર અચાનક પ્રેમ વરસાવવા પાછળ મહિલાની કઈ મુરાદ ??
પેટા
પાણી પ્રદૂષણની વીડિયો કલીપ હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા જાગૃત લોકોની કવાયત ??
જેતપુર, તા. 9 (હરેશ ભાલિયા દ્વારા)
જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં સાડી ઉદ્યોગના ભયંકર પ્રદૂષિત  પાણીથી હજારો ખેડૂતોની જમીન બંજર બની ગઈ છે. ત્યારે જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં તેમજ છેક ભેસાણ પંથકમાં પાણી પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ રીતસરના ભયભીત બની ગયા હોય તેમ હવે પ્રદૂષણ માફિયાઓ એક મહિલા નો ઉપયોગ કરીને પ્રદૂષણના અહેવાલો ખોટા પાડવા હાલી નીકળ્યા છે. ત્યારે તમામ અખબારોના કટિંગ્સ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તેમજ પાણી પ્રદૂષણ ની વિડિયો ક્લિપ છેક હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા કવાયત હાથ ધરાઇ છે.
 પ્રવર્તમાન સરકારના પક્ષની હરીફ પક્ષની એક મહિલાનો ગેરકાયદેસર ઉપયોગ કરીને પ્રદૂષણ માફિયાઓ પોતાના પ્રદૂષણ ઉપર ઢાંકપિછોડો કરવા માગતા હશે તો પ્રદૂષણ માફિયાઓની આ ભૂલ છે. સ્થાનિક પત્રકારનો ઉપયોગ કરીને પોતાની કારી ન ફાવતા હવે પત્રકારોનો ઉપયોગ કરનાર જ મહિલા આગેવાન પત્રકારોને ખોટા પાડવા હાલી નીકળી હોય ત્યારે જાણકારોમાં આ મહિલાની નીતિરીતિ સામે રોષ ફાટી નીકળ્યો છે.
 કહેવાનું તાત્પર્ય એ છે કે અગાઉના એક ઈમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે અંગત બદલો લેવા માટે શહેરમાં ઠેકઠેકાણે દારૂના જનતા દરોડા પાડવા આગળ આવતી મહિલા આગેવાન નવા પોલીસ ઇન્સ્પેક્ટર આવતા જ સૂનમૂન થઈ ગઈ હોય શહેરમાંથી દારૂ દુષણ દુર કરાવવાની તેમની નીતિ રીતે અત્યારે ક્યાં ખોવાઈ ગઈ તેવો જાણકાર લોકોમા પ્રશ્ન ઉઠયો છે.
ભારતીય જનતા પક્ષના  હરીફ એવા રાજકીય પક્ષની જેતપુર ખાતેની અગ્રણી મહિલા હવે અખબારી અહેવાલોને ખોટા પાડવા હાલી નીકળી હોય પ્રબુદ્ધ લોકોમાં આ મહિલાની નીતિ સામે ફિટકારની લાગણી વરસી રહી છે.
 વાત એવી છે કે જેતપુર શહેરના સાડી ઉદ્યોગ ના મગરમચ્છ સમાન ઉદ્યોગપતિઓ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની માર્ગદર્શિકાનું રીતસરનું ઉલ્લંઘન કરીને સાડી ઉદ્યોગનું  કેમિકલયુક્ત ભયંકર પાણી રોડ, રસ્તા, નદીનાળા અને કૂવા બોરના  તળમાં નિર્ભીક રીતે છોડી રહ્યા છે.
 કોર્ટની સમયાંતરે માર્ગદર્શિકા હોવા છતાં જેતપુરના મોટા મોટા ઉદ્યોગપતિઓ માર્ગદર્શિકાનું પાલન કરતા ન હોય છેવટે નાના-નાના સાડી કારખાનેદારોને સહન કરવાનો વારો આવે છે. જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં અનેક જગ્યાએ સાડી ઉદ્યોગનું પ્રદુષણ યુક્ત પાણી છોડાતુ હોવાનું વિડિયો કેમેરામાં કેદ કર્યા પછી પત્રકારોએ પાણી પ્રદૂષણ દૂર કરવા માટે ગજબની જાગૃતિ દાખવી છે. નાના કારખાનેદારોએ પણ પ્રદૂષણ બાબતે જાગૃતિ દાખવનાર પત્રકારોની પીઠ થાબડી છે. ત્યારે માત્ર ને માત્ર એક મહિલાને પત્રકારની કાર્યવાહી અને ફરજ પ્રત્યે જાણે અચાનક જ કેમ શંકા જાગવા લાગી તેવો બુદ્ધિજીવી લોકોમાં પ્રશ્ન થઇ રહ્યો છે.
 કહેવાનું તાત્પર્ય એ છે કે ભાજપના હરિફ પક્ષની આ મહિલા આગેવાન પોતાનું ધાર્યું કરવા માને છે. પોતાના વિસ્તારમાંથી જ અને સગા વહાલાઓ દારૂના દુષણ  સાથે સંકળાયેલા હોવા છતાં દારૂનું દુષણ દુર કરવા નીકળે ત્યારે તેમના સગાવ્હાલઓએ જ  આકરી ટીકા કરી હતી.
 છાશ લેવા જવી અને દોણી સંગ્રહવા જેવી વાત આ મહિલા આગેવાન દ્વારા તાજેતરમાં જ વ્યક્ત થઈ હતી અને અચરજની વાત એ છે કે દારૂના દૂષણ બાબતે જે પત્રકારોનો ઉપયોગ કર્યો તે પત્રકારો સામે હવે ખોટા આક્ષેપો કરીને પત્રકારોની કામગીરીને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો છે તે ખરેખર હિન હોવાનું પત્રકાર આલમ જણાવે છે.
 કારણકે પાણી પ્રદૂષણ પ્રદૂષણના દ્રશ્યો વિડિયો કેમેરામાં કેદ થઇ ગયા છે. અનેક નાની-મોટી અખબારી ચેનલો પર પણ પ્રસારિત થઈ ગયા છે. આવા પાણી પ્રદૂષણ બાબતે કોઈપણ શંકા કરવી અસ્થાને છે. તેવા સમયે પણ જેતપુરની મહિલા અગ્રણી પોતાની જાતને મહાન સમજી પત્રકારોની પ્રવૃત્તિઓને દબાવવાનો અહીં પ્રયાસ કરતી હોવાનું બહાર આવ્યું છે.
*********
બોક્સ : પ્રદૂષણ ફેલાવતા ભયભીત ઉદ્યોગપતિઓ કૂદવા માંડ્યા મહિલાના ખીલે ?
જેતપુર : જેતપુરના અનેક સાડી ઉદ્યોગપતિઓ દ્વારા બેફામ ફેલાવતા પાણી પ્રદૂષણ બાબતે અખબારી અહેવાલો વહેતા થતા હવે ઉદ્યોગપતિઓ ભયભીત થઈ ગયા છે. પત્રકારોની ફરજને નબળી પાડવા માટે નપુસંક ઉદ્યોગપતિઓ હવે એક મહિલાના ખીલે અચાનક કૂદવા માંડ્યા છે. ખુદ મહિલાએ પણ સાડી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરવાની વાતો દોહરાવ્યાં  પછી હવે આ મહિલા આર્થિક હિત સાધવા માટે પત્રકારો સમાચાર છાપતા હોવાના નિવેદનો કરે છે તે ખરેખર અનુચિત છે.
 મહિલાને જેતપુર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં પાણી પ્રદૂષણ ફેલાતું હોવા છતાં આટલો બધો પ્રેમ અચાનક ઉદ્યોગપતિઓ પર કેમ ઉભરાઈ આવ્યો ? તેવો બુદ્ધિજીવી લોકો માં સવાલ ઉભો થયો છે.
જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે જેતપુરની ભાદર નદીને સાડી ઉદ્યોગના  પાપે જ લાલ રંગનું પ્રદૂષણ લાગી ગયું છે. આ બાબતે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે એક ક્લોઝર  જારી કરીને જેતપુરના સાડી ઉધોગને બંધ કરી દીધો હતો અને પ્રદુષણ યુક્ત પાણી ટ્રીટમેન્ટ કરીને પછી આજુબાજુ છોડવાની માર્ગદર્શીકા જાહેર કરી હતી. પરંતુ થોડો સમય સુધી કોર્ટના આદેશનું પાલન કર્યા પછી અને પૈસાથી બધાને ખરીદી શકાતા હોવાનું જાણી ગયેલા સાડી ઉદ્યોગના  ઉદ્યોગપતિઓએ ફરી ચારે બાજુ પાણી પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ કર્યું છે.
જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા રોડના પાટીયા ઉપર એક બેઠો પુલ પ્રદૂષણયુક્ત પાણીના ભરાવાને લીધે બંધ કરાવી દેવાયો છે.તે સૂરદાસ વ્યક્તિ પણ જાણી શકે તેમ છે કે અહીં સાડી ઉદ્યોગના ભયંકર પ્રદૂષણ પાણી કાયમી ભરાયેલા રહે છે છતા પ્રદૂષણયુક્ત પાણીને ચોખ્ખું પાણી તરીકે જાહેર કરવામાં મહિલા આગેવાન આજે શંકાસ્પદ ભૂમિકા ભજવી  રહી છે તેની બુદ્ધિજીવી વર્ગમાં ટીકા થઈ રહી છે.
***********
બોક્સ:
ભાજપનો હરિફ પક્ષ જેતપુરના આ મહિલા આગેવાનને ક્યારે હાંકી કાઢશે ??
જેતપુર : જેતપુર શહેરમાં રહેતી અને ભાજપના હરીફ સાથે જોડાયેલી આ મહિલા ગમે ત્યારે, ગમે તેવા આક્ષેપો કરીને, ગમે તેને પોતાની જ્ઞાતિ જાતિનો ડર બતાવીને ડરાવવા, ધમકાવવા પંકાયેલી છે. હવે આ મહિલાને પત્રકારો દ્વારા બતાવતું પાણી પ્રદૂષણ પણ ખોટું લાગે છે. પોતાનું કામ નીકળી જાય એટલે ઉપયોગી થનાર માણસને ભૂલી જવાની ટેવવાળી  આ મહિલા હાલના દિવસોમાં પોતે જે પક્ષમાં રહીને કામ કરે છે તે પક્ષનું નામ બદનામ કરી રહી છે. રાજકીય પક્ષે આ મહિલાને તાત્કાલિક તમામ હોદ્દાઓ પરથી દૂર કરીને હાંકી કાઢવી જોઈએ તેવુ પ્રબુદ્ધ વર્ગના લોકો કહે છે.
*******
બોક્સ : તમામ સરકારી અધિકારીઓને વશમાં કરવાની મહિલા પાસે ગજબની કુનેહ
જેતપુર : જેતપુર શહેરના દરેક સરકારી ક્ષેત્રમાં નોકરી કરતા મોટા મોટા અધિકારીઓ સાથે પ્રારંભિક સારો સંબંધ રાખીને આ મહિલા આગેવાન પાછળથી પોતાના ધાર્યા કામ કરાવીને સરકારી અધિકારીઓને રીતસરના દબાવે છે. પોતાનું કામ સુલટી જાય એટલે સરકારી અધિકારીઓને છાપે ચડાવવાની આ મહિલા ગજબની કુનેહ ધરાવે છે. ત્યારે પ્રજા માટે આ મહિલા દ્વારા એક પણ સેવા કાર્ય ન થતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. માત્ર ને માત્ર સરકારી અધિકારીઓને દબાવા સિવાય આ મહિલા કોઈ કાર્ય ન કરતી હોવાનું પણ જાણકારો કહે છે.
 તાજેતરમાં જ એક પોલીસ અધિકારી પણ આ મહિલાની દાદાગીરીનો ભોગ બન્યાનું કહેવાય છે. બદલી પામેલ જગ્યાએ પણ આ પોલીસ અધિકારીને સુખેથી નોકરી નહીં કરવા દે તેવી આ મહિલા યેનકેન પ્રકારે ધમકી આપી રહી છે. ત્યારે જેતપુર શહેર અને તાલુકાની પ્રજાને આ મહિલાને ઓળખી જવાનો સમય પાકી ગયો છે. પોતાના દ્વારા ચલાવાતા આંદોલનમાં ટેકો ન આપવા તેમજ આ મહિલા આગેવાનને એકલી છોડી દેવામાં આવે તો તે પ્રજાના કામો કેવી રીતે કરાવી શકે તે સમય બતાવી શકશે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20211202-WA0145.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *