મહેસાણા
મહેસાણા જિલ્લાના વિરસોડાથી શંખેશ્વરના પંચાસર ગામે બાઈક પર જવા નીકળેલા રાહુલજી અને તેમના નાની બેચરાજીના દેથલી પાસે રોડ પર બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી એક મહિલા પોતાનું એક્ટિવા પુરઝડપે ચલાવી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક પર સવાર રાહુલજી અને તેમના નાની નીચે પડી ગયા હતા. જ્યાં બુમાબુમ કરતા આસપાસના લોકો આવી જતા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને બંનેને સારવાર માટે બહુચરાજી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાઈક ચાલક રાહુલજીને પગે ફ્રેકચર તેમજ તેમના નાનીને પાસળીના ભાગે ઈજાઓ અને પગે ફ્રેકચર થયું હતું. અકસ્માત સર્જી ફરાર થયેલી મહિલા સામે હાલમાં રાહુલજી ઠાકોરે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા દેથલી પાસે માર્ગ અકસ્માતમાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી. બાઈક પર સવાર એક યુવક અને તેના નાની પંચાસર ગામે જતા હતા, એ દરમિયાન સામેથી આવતા એક્ટિવાએ ટક્કર મારતા બાઈક ચાલક અને તેના નાનીના શરીરે ફ્રેકચર થયા હતા.
