નડિયાદ
મહેમદાવાદ તાલુકાના વણસોલ સૂંઢા ગામે મુવાડી વિસ્તારમાં ફરિયાદી મંજુલાબેન પ્રવિણભાઈ ચૌહાણ રહે છે. તેઓને ચાર સંતાનમાં છે. જેમાં સૌથી મોટી વચેટ કિશોરી વયની દિકરી ગત ૯મી ડીસેમ્બરના રોજ ગામમાં દૂધ લેવા નીકળી હતી. દૂધ લઈને પરત આવતી વેળાએ ગામમાં રહેતા સંજય રમેશ ચુનારા નામના શખ્સે આ કિશોરીને અટકાવી અને જણાવ્યું કે ‘તમે ગામમાં શુ મોઢુ લઈને ફરો છો, તારી બહેન તો મારા હાથમાંથી જતી રહી પણ તને નહી છોડુ’ તેમ કહેતાં મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કિશોરીએ ઘરે પોતાના માતા-પિતાને કાને વાત નાખતાં મંજુલાબેન અને પ્રવિણભાઈ બન્ને ઠપકો આપવા ગયા હતા. આ સમયે આક્રોશમાં આવેલા સંજયે ઉપરોક્ત બંનેને અપશબ્દો બોલ્યા હતા અને માર મારવા સામા થઈ ગયા હતા. જાેકે, આસપાસના લોકોએ ઝઘડાને વધુ વણસતા અટકાવ્યો હતો. આ બાદ ગત ૧૧ ડીસેમ્બરના રોજ પ્રવિણભાઈ ગામમાં જતાં હતા ત્યારે સંજય અને અશોક ઉર્ફે મહોત મહીજીભાઈ ચુનારા બન્નેએ પ્રવિણભાઈને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. સંજય ચુનારાએ અગાઉ પણ પ્રવિણભાઈની મોટી દિકરીનો હાથ પકડ્યો હતો. અને આ સમયે ઝઘડો થયો હતો. પરંતુ તે વખતે સમાજમાં બદનામીના ડરથી પોલીસ મથકમાં ફરિયાદ નહોતી નોંધાવી, પરંતુ આવુ બીજી વખત તથા આ અંગે મંજુલાબેન પ્રવિણભાઈ ચૌહાણે ઉપરોક્ત સંજય ચુનારા અને અશોક ઉર્ફે મહોત મહીજીભાઈ ચુનારા સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છેમહેમદાવાદ પંથકના વણસોલ સૂંઢામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં ગામના શખ્સે અહીંયા રહેતી દૂધ લેવા નીકળેલી કિશોરીને ‘તારી બહેન તો મારા હાથમાંથી જતી રહી પણ તને નહી છોડુ’ તેમ કહેતાં ઠપકો આપવા ગયેલા માતાપિતાને અપશબ્દો બોલી યુવક અને તેના મળતીયા મારમારવા સામા થઈ ગયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.


