Gujarat

મહેસાણાના વિરમપુરા ગામમાં ૫૧૭ વોટે હરેશ કુમાર પટેલ વિજેતા

મહેસાણા
મહેસાણા તાલુકાના વિરમપુરા ગામમાં ૫૧૭ વોટે સરપંચ તરીકે હરેશ કુમાર પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. મહેસાણા તાલુકાના ખરસડા ગામમાં નટવરજી બાબુજી રાજપુરને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહેસાણાના સહકારી સંઘ મંત કેન્દ્રમાં મતગણતરી દરમિયાન લાઈટ ગુલ થતાં હોલમાં અંધારપટ છવાઇ ગયો હતો.મહેસાણામાં વહેલી સવારથી મતગણતરી શરૂ મત ગણતરી કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી છે. આજે મહેસાણા જિલ્લાના ૩૧૫ સરપંચ પદના ઉમેદવારોનું ભાવિ નક્કી થવા જઇ રહ્યું છે. ત્યારે આજે કહી ખુશી કહી ગમના દ્રશ્યો પણ જાેવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *