જુનાગઢ જિલ્લા ના માંગરોળમાં તારીખ ૧૨/૧૦ ના રોજ લીમડા ચોક તેમજ નવા બસ સ્ટેન્ડ જેવા પબ્લિક થી ભરચક વિસ્તારોમાં દહેશત ફેલાવવા અને શાંતિ દોહળવા ની હીન પ્રયાસ કરવા સમી સાંજે
ચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવેલ જેને પકડવા માંગરોળ પોલીસ દ્વારા સીસી ટીવી ફુટેજ તેમજ ખાનગી બાતમીદાર ના આધારે તપાસ કરતાં ચાર ઈસમો હૉવાનું સામે આવેલ હતુ જેમાથી બે ઈસમો ની નામજોગ તેમજ બે અજાણ્યા ઈસમો ની ફરિયાદ નોંધી વધુ તપાસ ના ચક્રોગતિમાન કરાયા હતા. જુનાગઢ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડીવીઝન પોલીસ સહીત માંગરોળ ડીવાયએસપી પુરોહિત તેમજ માંગરોળ પી.એસ.આઇ ચાવડા પોલીસ સ્ટાફ સહિત ગુનેગારોની શોધખોળ આદરી હતી જેમા ડીવાયએસપી પુરોહિત સાહેબને એક આરોપીની સુરેન્દ્રનગર ગામની માહિતી મળતા સુરેન્દ્રનગર એલસીબી પોલીસની મદદથી ફાયરિંગના ગુનામાં સંકળાયેલ આરોપી નંબર એક રીજવાન ઉર્ફે.હસલો (ધંધો વાહન ટ્રક નો) ને પકડી પાડવામાં આવેલ જે અગાઉ ઇંગ્લિશ દારૂ તેમજ એકાદ વર્ષ પહેલા હથિયારના ગુનામા જુનાગઢ એસ.ઓ.જી ટીમ દ્વારા પકડવામાં આવ્યો હોય તેમજ આરોપી નંબર બે માંગરોળ નો ઈસ્માઈલ મુસા નગરી (ધંધૉ વાહન નો લે વૅચ) કરનાર ને માંગરોળમાથી પકડી પાડવામાં આવ્યો હોય તેમજ એક બાઈક પણ કબજે કરાઈ છે તે બન્ને આરોપીઓની મેડિકલ ચેકઅપ આર ટી પી સી આર ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે તમામ આરોપીઓ પકડાતા સંપૂર્ણ વિગત બહાર આવશે અને વધુ માહિતી ઓકવવા કોર્ટ સમક્ષ રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે ત્યારે હાલ બે આરોપીઓ માંગરોળ પોલીસ ના સંકજામા છે તેમજ આગળ ની કાર્યવાહી પી.એસ.આઇ ચાવડા ચલાવી રહ્યા છે,


