Gujarat

માંગરોળ ખાતે વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી..

ગુજરાત ના સમૃધ્ધ વન્યજીવ વારસાને જાળવી રાખવા માટે રાજ્ય સરકારે અનેક સંરક્ષણાત્મક પગલાં લીધાં છે,પરિણામે ગુજરાત રાજ્ય વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. જાગૃતતા એ સંરક્ષણ માટેનું પ્રથમ સોપાન છે. આદિશા મા પહેલું કદમ લોકૉની વન્ય સંરક્ષણ પ્રત્યે ની સભાનતા ને જાગૃત કરવાનું છે લોકોમાં વન અને વન્યપ્રાણી વિશે વધારે જાગૃતિ લાવવા માટે વન્યજીવન સંરક્ષણ પ્રત્યે બાળકોમાં અભિરૂચિ પેદા કરી વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માં સક્રિય ભાગીદારીના ઉમદા હેતુસર દર વર્ષે રાજ્યમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ તારીખ ૨ ઓક્ટોબર થી શરું કરીને એક સપ્તાહ સુધીના સમય ગાળામાં “વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ પૂર્વક કરવામાં આવે છે.વન્યપ્રાણી સપ્તાહ પ્રસંગે માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ૦૮-૧૦-૨૦૨૧ ના રોજ ૧૧:૩૦ થી ૧૨:૦૦ કલાકે રાજ્ય કક્ષા નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ પ્રસંગે જુનાગઢ વિભાગ ની માંગરોળ નોર્મલ રેન્જ દ્વારા શ્રી વિવેકાનંદ વિનય મંદિર શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં શાળાનાં વિદ્યાર્થીઓ, સંજીવની નેચર ફાઉન્ડેશન ના ટ્રસ્ટીશ્રીઓ,જીલ્લા પંચાયતના સભ્યો,તાલુકા પંચાયતના સભ્યો,માર્કેટિંગ યાર્ડ વા.ચેરમેન,તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ,પર્યાવરણ તથા વન્યપ્રાણી પ્રેમી લોકો જોડાયેલ. આ તકે માંગરોળ નોર્મલ રેન્જના આર.એફ.ઓ.શ્રી એમ.આર.ઓડેદરા દ્વારા તમામ સભ્યો નુ અભિવાદન કરી ઉજવણી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપી કાર્યક્રમ ની પૂર્ણાહૂતિ કરવામાં આવેલ આ તકે સંજીવની નેચર ફાઉન્ડેશન તેમજ આગેવાનો દ્વારા ઓડેદરા સાહેબ નુ સન્માન કરવામાં આવ્યું,,,

IMG-20211008-WA0242.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *