અગાઉ દાખલ થયેલ આ ફાયરીંગ પ્રકરણ ના ગુન્હામાં માંગરોળ પોલીસને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રાવીતેજા વાસમશેટ્ટી સાહેબ ની સૂચના અને ડી વાય એસ પી માંગરોળ પુરોહિત સાહેબ ના માર્ગદર્શન હેઠળ માંગરોળ પોલીસ તથા પી.એસ.આઈ. બી.કે. ચાવડા એ બે આરોપી તેમજ ગુનાં માં વપરાયેલ બે મોટરસાઈકલ અને એક દેશી બનાવટ ની પિસ્ટલ કબજે કરેલ અને આજે ત્રીજો આરોપી રામ ઉર્ફે વિશાલ ઉર્ફે ટકો મનસુખ પરમાર રે. ભાવનગર વાળા ને ઝડપી બીજી પિસ્ટલ પણ કબ્જે કરેલ છે. અગાઉ ના બે આરોપીઓ બે દિવસ ના રિમાન્ડ બાદ જેલ હવાલે છે. જેમને હાલ સુધી જામીન મળેલ નથી. હજુ ફરાર આરોપી ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ કાર્યવાહી થી સાબિત થયું છે કે ગુન્હેગાર ગમે તે ગુન્હો કરે છેવટે કાયદાકીય રીતે ફસાવોનો જ છે અને જેલ ની હવા ખાય જ છે,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


