અસ્ત પર સત્યનો વિજય અધર્મ પર ધર્મના વિજયનો આ દશેરા મહાપર્વ હિન્દુ સમાજ ના ક્ષત્રિયો માટે વિશેષ મહત્વ ધરાવે છે વર્ષો ની પ્રાચીન પરંપરાગત આ વર્ષે પણ જુનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ક્ષત્રિય રાજપુત સમાજ તેમજ તાલુકા કરણીસેના દ્વારા શ્રીભવાની માતાજી ના મંદિરે શસ્ત્ર પુજન ની વિધી કરી ઢોલ નગારા સાથે સાફા પહેરી અસ્ત્ર શસ્ત્રો સહીત સાથે રેલી સ્વરૂપ દરબારગઢ થી લીમડાચોક થઈ રામદેવપીર મંદિર સુધી રેલી પુર્ણ કરાઈ હતી આ અવસરે લીમડાચોક ખાતે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ ના આગેવાનો વિનુભાઇ મેસવાણિયા, પ્રકાશભાઈ લાલવાણી, હિતેશ બાપુ અગ્રાવત, પ્રફુલભાઈ નાંદોલા, પંકજ ભાઈ રાજપરા, ધવલભાઈ પરમાર, માર્કેટીગ યાર્ડ સેક્રેટરી ચેતનભાઈ કગરણા, ચેમ્બર્સ ઓફ કોમર્સ મંત્રી હરીશભાઈ રુપારેલીયા, આર એસ એસ ના બાબુભાઈ વાજા, સંજીવની નેચર ફાઉન્ડેશન ના નરેશબાપુ ગોસ્વામી, મહેશભાઈ મકવાણા સહીત વિ એચ પી આગેવાનો વેપારી અગ્રણીઓ વિગેરે ને સાથેરાખી મામા સરકાર (રાજુભાઈ ચુડાસમા) અનિરુદ્ધસિંહ બાપુ જાડેજા (રીબડા), માંગરોળ ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રતાપસિંહ ચુડાસમા, કરણી સેના યુવા પ્રમુખ ભગીરથસિંહ ચુડાસમા સહીત રાજપુત સમાજ ના આગેવાનોનુ રાજપુત કરણી સેના ના હોદેદારો નુ કુમકુમ થી તિલક કરી ફુલહાર સહીત ખેસ પહેરાવી સન્માન સાથે ભવ્ય સ્વાગત કરવા મા આવ્યુ હતુ કારઝાર ગરમીમાં ઠંડા પીવાના પાણી ની વ્યવસ્થા પ્રફુલભાઈ નાંદોલા દ્વારા કરવામાં આવી હતી,,,
