આજરોજ માંગરોળ નગર સેવા સદન સંચાલિત સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર શાળા ના ત્રણ સિનિયર શિક્ષકો વયમર્યાદા ના કારણે સેવા નિવૃત્ત થતા પ્રથમ સત્ર ના અંતિમ દિવસે તેમને બજાવેલી ત્રીસ વર્ષ થી પણ વધુ સુદીર્ઘ શિક્ષણ સેવાઓ માટે માંગરોળ નગર સેવા સદન ના પ્રમુખશ્રી હાજી મોહમદ હુસેન જેઠવા (ઝાલા) ના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયેલ. જેમાં શાળાના વ્યાયામ શિક્ષક શ્રી લાખાભાઈ એમ.ગરેજા ઉચ્ચતર માધ્યમિક ના મનોવિજ્ઞાનના શીક્ષક શ્રી હમીરભાઈ એ. ચોચા અને શાળાના સુપરવાઈઝર શ્રી હર્ષાબેન આર.ડોડીયા નિવૃત્ત થતાં હોય ત્યારે શાળા પરિવાર દ્વારા તેમને સન્માનિત કરી વિદાયમાન આપેલ તેમજ શાળાના આચાર્યશ્રી મંજુલાબેન ડોડીયા એ ત્રણે શિક્ષકશ્રીઓની કામગીરી ને બિરદાવતા તેમનું નિવૃત્તિ જીવન સુખમય પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


