Gujarat

માંગરોળ મા શ્રીજલારામ બાપાનો ૨૨૨ મો જન્મોત્સવ ની ઉત્સાહ પુર્વક ભવ્ય ઉજવણી

જુનાગઢ જિલ્લા ના માંગરોળમા આવેલ શ્રીજલારામ મંદિર ખાતે વર્ષો થી પૂજ્ય સંત શિરોમણિ શ્રીજલારામ બાપા ની જન્મ જયંતીની ખુબજ શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામા આવે છે ત્યારે આજરોજ જલારામ બાપાનો ૨૨૨ મા જન્મોત્સવ નિમિતે શ્રીજલારામ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ નિતીનભાઈ સીરોદરીયા, નૈલેશભાઈ આહયા, અરૂણભાઇ કોટેચા, કિરીટભાઈ અભાણી, સંજયભાઈ બદિયાણી સહીત ટ્રસ્ટીઓ તેમજ તમામ આગેવાનો દ્વારા જલારામ મંદિર ખાતે સવારે કેશર સુગંધી સ્નાન, પાદુકા પુજન, મહાઆરતી સાથે અન્નકુટ દર્શનનો ભવ્ય આયોજન કરેલ હતુ તેમજ બપોરે સર્વજ્ઞાતિય મહાપ્રસાદ સાંજે મહાપ્રસાદ આરતી નુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા માંગરોળ ના સર્વજ્ઞાતિના બહોળી સંખ્યામા ભાઈઓ બહેનો અને વડીલો ભક્તજનોએ બાપા ની આરતી તેમજ અન્નકુટ સાથે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી
રીપોર્ટર…વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

20211111_205328.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *