ગિરગઢડા
ભરત ગંગદેવ.
તારીખ 28-11-2021 કારતક વદ નોમ રવિવારના રોજ મા વીરબાઈની 143 મી પૂન્યતિથિ હતી.જોગાનુજોગ આ પવિત્ર પાવનકારી દિવસે જ વિશ્ર્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ અન્નપૂર્ણા ધામ ભાભર આયોજીત રામકથામાં સુરેશભાઈ રંગોલી અને એમની ટીમના આમંત્રણને માન આપી પૂજ્ય જાનકીદાસજી બાપુના આશીર્વાદ માટે ભાભર પધાર્યા હતા..
ભાભરથી દિયોદર થઈ થરા જલારામ મંદિરે પધારેલા સતીશભાઈ એ બનાસકાંઠા પર્યાવરણ સમિતિ આયોજીત વૃક્ષારોપણ કરી મા વીરબાઈની દિવ્ય સ્મૃતિમાં યોજાયેલ મહા આરતીમાં ભાગ લીધો હતો.આ અવસરે ઉપસ્થિત સર્વ જલારામ ભક્તો અને લોહાણા સમાજના કાર્યકરો,મહિલાઓને તેમણે મહા પરિષદનો પરિચય આપી શિક્ષણ, આરોગ્ય, સંગઠન વિષે સમજ આપી હતી..
આ અવસરે મહા પરિષદના વરિષ્ઠ પદાધિકારીઓ ધર્મેશભાઈ હરિયાણી,હરીશભાઈ ઠકકર,કીરીટભાઈ ભીમાણી,ભગવાનભાઈ બંધુ,અશોકભાઈ ગઢિયા,નીતીનભાઈ નવભારત સહિત સૌ સાથે જોડાયા હતા.
થરા નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,કરસનભાઈ જોષી શીરવાડા સરપંચ તેમજ થરા જલારામ મંદિરના સેવકો સર્વ અચરતભાઈ ઠકકર,અરવિંદભાઈ લાટીવાળા,વિજયભાઈ ટેસ્ટી,કનુભાઈ બી.આચાર્ય, તરૂણભાઈ ઠકકર,નિરંજનભાઈ ઠકકર, રાજુભાઈ લાટીવાળા,ચીમનલાલ તન્ના,શાંતિભાઈ ગોકલાણી,ચંપકભાઈ ઠકકર,કનુભાઈ કે.કોટક,વસંતભાઈ રૂવેલ સરપંચ, મનોજભાઈ ડી.ઠકકર,પ્રહલાદભાઈ આચાર્ય,રાજુભાઈ નીલકંઠ,ૠતુલ ઠકકર અન્ય અગ્રણીઓ તેમજ જલારામ સત્સંગ મંડળ થરાની બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.થરા જલારામ મંદિરની સેવાકીય પ્રવૃત્તિઓ અને સુચારૂ વહીવટથી મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ તેમજ સર્વ પદાધિકારીઓએ અન્ય રાજીપો વ્યક્ત કર્યો હતો…


