મીલીટરીનું ફેમિલી પેન્શન મેળવવા માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ હોવું જરૂરી છે કે જેથી પેન્શન મેળવતા માજી સૈનિકના અવસાન બાદ તેઓના વારસદારોને ફેમિલી પેન્શન મેળવવામાં કોઈ તકલીફ ન પડે. જેથી કોઇ કારણવશ લગ્નનો પાર્ટ-ટુ ઓર્ડર પબ્લીશ ન થયો હોવાના કારણે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં ધર્મપત્નીનું નામ દાખલ ન થયું હોય તો તે માટે રક્ષા મંત્રાલય તરફથી તમામ રેકોર્ડ કચેરીઓ દ્વારા લગ્નનો પાર્ટ-ટુ ઓર્ડર પબ્લીશ કરવા માટે ખાસ સુચના આપવામાં આવેલ છે. આથી, કોઇ કારણવશ માજી સૈનિકોએ પોતાના લગ્નનો પાર્ટ-ટુ ઓર્ડર પબ્લીશ ન કરાવ્યો હોય તેઓએ પોતાના લગ્ન થવા બાબતનો પાર્ટ-ટુ ઓર્ડર પબ્લીશ કરાવી તાત્કાલિક પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં પોતાના વારસદારનું નામ દાખલ કરાવી લેવા અને આ માટેના જરૂરી અરજીપત્રક જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જામનગરથી કચેરી સમય દરમ્યાન મેળવી લેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
