Gujarat

માણાવદરમાં બીઆરસી ભવનમાં યોગ શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો*

*માણાવદરમાં બીઆરસી ભવનમાં યોગ શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો*

માણાવદર સરકારી હોસ્પિટલ સામે આવેલ બીઆરસી ભવન ખાતે યોગ ટ્રેનીંગ નો પ્રારંભ કરાયો હતો ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ટ્રેનર તૈયાર કરવા માટે બોર્ડ તરફથી નિમાયેલા કોચ દ્વારા એક મહિનાની તાલીમ અપાશે.

માણાવદર માં આજથી યોગ ટ્રેનીંગ નો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે પોરબંદર ના યોગ કોચ જીવાભાઈ ખુંટી, માણાવદર ના બી.આર.સી.ના હરેશભાઇ બોરખતરીયા, ડો. સુરેજા, સુમિત ગોંડલીયા અને યોગ તાલીમમાં સહભાગી થનાર તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયા હતા માણાવદર ના યોગ કોચ ધૃતિબેન હેદપરા અને નિશાબેન ટીંબા એ જણાવ્યું હતુ કે એક મહિના ની તાલીમ આપવામાં આવશે જે પૂર્ણ કર્યાં બાદ સર્ટિફિકેટ અપાશે જો સર્ટિફિકેટ મેળવનાર યોગ શિબિર કરશે તો સરકાર માનદ વેતન પણ આપશે આ શિબિર માં 50 લોકોને તાલીમ આપવામાં આવી રહી છે.

જે ભાઈઓ – બાહેનો યોગ ટીચર બનવા માંગતા હોય તેવા ૧૮ થી ૯૦ વર્ષ વચ્ચે ના દરેક ભાઈઓ – બહેનો આ ટ્રેનીંગ માં જોડાય શકે છે મો નં. ૬૩૫૫૪૩૭૧૪૧ આ ટ્રેનીંગ સરકાર તરફ થી નિ:શુલ્ક આપવા માં આવશે

IMG-20210102-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *