Gujarat

માણાવદર તાલુકા કોંગ્રેસે પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓ આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી

પોતાના હકો સામેની અવહેલના થતા ઘણા સમયથી સરકારની સામે પોતાની ન્યાયી માંગણીઓ માટે ગાંધી ચિંધ્યા રાહે શાંત લડત ચલાવી રહ્યા છે તેવા રાજ્યના લોકરક્ષકો – પોલીસદળના જવાનોના સમર્થનમાં ધીમે ધીમે અનેક સંસ્થાઓ તથા રાજકીય પાર્ટીઓ આ લડતને વાજબી ઠેરવી રહી છે. ત્યારે આજરોજ માણાવદર તાલુકા કોંગ્રેસે પણ પોલીસ કર્મચારીઓની લડતને સમર્થન જાહેર કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણીએ રજૂઆતો કરી છે તથા એક આવેદનપત્ર પણ મામલતદાર માણાવદર મારફત રવાના કરેલ છે.
અરવિંદભાઈ લાડાણી એ મુખ્યમંત્રીને જણાવ્યું છે કે કર્મચારીઓના યુનિયનની રજૂઆત બાદ જેતે કર્મચારીઓના ગ્રેડ પે અને અન્ય સુવિધાઓ અને લાભો અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે માટે તેના તરફ લક્ષ્ય આપવાની જવાબદારી સરકારની છે રાજ્યના પોલીસ કર્મચારીઓની જે જે માંગણીઓ છે તેને હકારાત્મક નિરાકરણમાં ફેરવવી જરૂરી છે એમ અરવિંદભાઈ લાડાણી તથા તાલુકા પંચાયતના સદસ્યો તરફથી માંગણી કરવામાં આવી છે.જે કર્મચારીઓને ગ્રેડમાં તફાવત છે તેનો તથા ભથ્થાની રકમ વધારવી જરૂરી છે તથા ફરજનો સમય અનિશ્ચિત હોવાથી નિશ્ચિત કરવો જરૂરી છેતથા ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી રજાના સમયે ફરજ બજાવતા કર્મચારીને રજાના દિવસ નો પગાર ચૂકવવો મોટરસાયકલ ભથ્થુ ચૂકવવું આ ભથ્થુ બેંક ખાતામાં જમા કરાવવા પણ કોંગ્રેસે માંગણી કરી છે.તથા બદલીઓ વતનના જિલ્લામાં થાય તે માટે સરકારે અંગત લક્ષ્ય આપવું જોઈએ તથા જિલ્લામાં ગ્રુપ હેડક્વાર્ટર બનાવી જવાનોની બદલી જે ત્રણ માસે થાય છે તેને બદલે વધારે ગાળો રાખવા કોંગ્રેસે રજૂઆતો કરી છે અરવિંદભાઈ લાડાણીએ આ ઉપરાંત બીજા અનેક સુચનો પણ કર્યા છે તે પોલીસ કર્મચારીઓને ન્યાય આપવા માંગ કરી છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *