લખનઉં: દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસી અભિયાનની શરૂઆત થઇ છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રસી અભિયાન શરૂ કરવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. માયાવતીએ કેન્દ્ર અને રાજ્ય સરકારને દેશભરમાં તમામને મફતમાં વેક્સીન આપવાનો અનુરોધ કર્યો હતો

બસપા પ્રમુખ માયાવતીએ કહ્યુ કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની આગામી વિધાનસભા ચૂંટણી માટે બસપા કોઇ પણ રાજકીય દળ સાથે કોઇ ગઠબંધન નહી કરે. પાર્ટી પોતાના દમ પર તમામ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી લડશે.
સપાએ ગઠબંધન ના કરવાની જાહેરાત કરી
મહત્વપૂર્ણ છે કે આ પહેલા સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે જાહેરાત કરી હતી કે તે ઉત્તર પ્રદેશમાં 2022માં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઇ પણ મોટી પાર્ટી સાથે ગઠબંધન નહી કરે. જોકે, અખિલેશે કહ્યુ હતું કે તે નાના દળો સાથે ગઠબંધન કરશે. સપાએ મહાન દળ સહિત કેટલીક પાર્ટી સાથે ગઠબંધન પણ કર્યુ છે.
સપા-બસપાએ મળીને લડી હતી લોકસભા ચૂંટણી
2019ની લોકસભા ચૂંટણીમાં સપા અને બસપાએ હાથ મિલાવ્યો હતો. આ ચૂંટણી દરમિયાન માયાવતી અને અખિલેશ એક સ્ટેજ પર આવીને મોદી લહેરને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ગઠબંધનનો ફાયદો માયાવતીને થયો હતો. 2014ની ચૂંટણીમાં એક પણ બેઠક ના જીતનારી બસપાએ 10 બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ સપા 2014ની જેમ જ 2019માં પણ 5 બેઠક પર જીતી શકી હતી.