Gujarat

મુખ્યમંત્રીએ પાટણ ટીપી ૨ને મંજૂરી આપતા વિકાસ ને વધુ વેગ મળવાની આશા

પાટણ
ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાટણ ટીપી ૨ને મંજૂરી આપતાં પાટણના આ વિસ્તારની વિકાસ ને વધુ વેગ મળશે તેવું લાગી રહ્યું છે તેમજ નવી દિશાઓ માં વિકાસ થશે માનવામાં આવી રહ્યું છે. પાટણ શહેરની સમાલપાટીની નગર યોજના-૨ ( ટીપી ૨) ને મંજૂરી મળી હતી. તા. ૧૬ નવેમ્બરના રોજ પાટણ ભાજપનાં અગ્રણીઓએ રજુઆતો કરતાં સરકાર તરફથી આ ટાઉન પ્લાનિંગને મંજૂરી મળી જવાની હૈયાધારણા અપાઇ હતી. પાટણી ટાઉન પ્લાનિંગ ૨ની પ્રિલિમિનરી સ્કીમને મંજુરી અપાઇ છે. આ સ્કીમ મંજૂર થતાં કુલ ૧૩.૯૭ હેક્ટર જમીન પ્રાપ્ત થશે. જેમાં સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોનાં રહેઠાણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે. તેમજ આંતર-માળખાકીય સવલતોના ખર્ચને પહોંચી શકાશે. ઉપરાંત વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થતા સંપ્રાપ્ત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરશે. આ ચાર શહેરોમાં સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે. તેમજ આંતર માળખાકીય સવલતોના ખર્ચને પહોંચી શકાશે. આ સિવાય વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. આમ ચાર શહેરોની કુલ ૮ ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોનો સુઆયોજીત ઝડપી વિકાસ સાકાર થશે.
પાટણ શહેરમાં વિવિધ ક્ષેત્રનાં વિકાસ કામોની ચર્ચા કરવા માટે તા.૧૬ નવેમ્બરના રોજ પાટણ નગરપાલિકાના સભ્યો અને પાટણ શહેર ભાજપના પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે વિવિધ વિભાગોનાં મંત્રીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. એ વખતે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી અને ગૌરવ મોદીના વડપણ હેઠળ પાટણ નગરપાલિકાના પ્રમુખ, પક્ષના નેતા દેવચંદ પટેલ, ભુગર્ભ ગટર ચેરમેન જયેશ પટેલ, વોટરવર્કસ ચેરમેન દિક્ષીત પટેલે મંત્રીઓ સાથે મુલાકાત અને ચર્ચા વિચારણા કરી હતી.

Chief-Minister-approves-Patans-Town-Planning-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *