Gujarat

મોટા રામપર ગામે આવેલ ૧૪૨ નંબર ની ફાટક પાસે ટ્રેનની હડફેટે ઉકરડા ગામના યુવાનનું મોત નિપજ્યું છે પડધરી પોલીસ ઘટનાસ્થળે પહોંચીબનાવ અકસ્માત નો કે આપઘાતનો તે અંગે તપાસ આદરી છે 

પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પડધરી તાલુકાના ઉકરડા ગામે રહેતો નીતિન ગોરધનભાઈ દેત્રોજા નામનો યુવાન રામપર વચ્ચે ટ્રેનની હડફેટે આવી જતા મોત તેનું મોત નીપજ્યાનું સ્ટેશન માસ્તરે પોલીસને જાણ કરતા પડધરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી નીતિનભાઈ નો મૃતદેહ તેમના પરિવારને સોંપી બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે તપાસ શરૂ કરી છે
અહેવાલ- નિખીલ ભોજાણી

Screenshot_20211204-145525_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *