રાજકોટ
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દિવાળી તેમજ બેસતા વર્ષના દિવસે પણ સક્રિય રહી હતી અને પોરાનાશક કામગીરી તેમજ ફોગિંગ સહિતની ફિલ્ડ વર્કની કામગીરી કરી હતી. એક સપ્તાહમાં ૪૬૬૩૧ ઘરમાં પોરાનાશક કામગીરી તેમજ ૪૬૮૦ ઘરમાં ફોગિંગ કરાયું હોવાનું મનપાએ જણાવ્યું છે.રાજકોટમાં ગઇકાલે એકસાથે ૪ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જાેકે, આજે બપોર સુધીમાં એક પણ કેસ ન નોંધાતા રાહતનો શ્વાસ લીધો છે. દિવાળી બાદ સંક્રમણ વધે તેવી ચર્ચા થઇ રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૪૨૮૫૦ પર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં રિકવરી રેટ ૯૮.૧ ટકા અને પોઝિટિવિટી રેટ ૨.૫ ટકા નોંધાયો છે. કુલ ૧૪,૫૨,૯૩૫ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા ૮ થઇ છે. ડેન્ગ્યુના કેસ છેલ્લા ૩ સપ્તાહથી વધી રહ્યા છે કારણ કે, અત્યાર સુધી ડેન્ગ્યુના ટેસ્ટ કરવા માટે માત્ર સિવિલ પાસે એક જ લેબ હતી પણ હવે એન્ટિજન કિટ આવી છે જેથી ઝડપથી ટેસ્ટ થઈ શકે છે. આ કારણે ટેસ્ટ કરવાની સંખ્યા વધતા વધુમાં વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. ૧ નવેમ્બરથી ૭ નવેમ્બર દરમિયાન ડેન્ગ્યુના ૪૬ કેસ સાથે કુલ ૩૧૯ કેસ થયા છે. આ સિવાય મલેરિયાના ૪૮ જ્યારે ચિકનગુનિયાના ૨૨ કેસ થયા છે.
