રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામના ૫૦૦ થી વધુ લોકોને હાથ પગના સાંધાનો દુખાવો તેમજ ઠંડી અને ખંજવાળ સહિતના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર બે દિવસથી દોડતું થયું છે ત્યારે સ્થિતિની ગંભીરતા જોતા ગાંધીનગર થી પણ આરોગ્યની ટીમે ઉકરડા ગામમાં ધામા નાખ્યા છે અને તપાસ શરૂ કરી છે ગામમાં ઘરે ઘરે જય અરજીની તપાસ કરવામાં આવી રહી છે જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગામના 50 લોકો ની શંકાસ્પદ ચિકનગુનિયા ની સારવાર શરૂ કરવામાં આવી છે ગામના અનેક લોકોને સાંધા સહિતની મુશ્કેલી હોવાથી હાલ ગામમાં કેમ્પ ખોલવામાં આવ્યો છે જે કોઈ લોકોને સમસ્યા હોય તેને બોલાવવામાં આવી રહ્યા છે જોકે સ્થિતિની ગંભીરતા જોતા ગઈકાલથી ગાંધીનગર થી પણ આરોગ્યની ટીમ અહીં પહોંચી છે ગામના જે લોકોને આ સમસ્યા છે તેમના રિપોર્ટ કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા મેલેરીયા અધિકારી ડો. ઉપાધ્યાયના જણાવ્યા મુજબ હાલ ગામના 50 લોકોને હાથ-પગનાં સાંધાના દુખાવા આંગળીઓ ન વળવી તેમજ ખંજવાળ સહિતની સમસ્યા હોવાથી શંકાસ્પદ ચિકનગુનિયાના હોવાનું અનુમાન છે
રિપોર્ટર- નિખીલ ભોજાણી


