*રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા મુક્તિધામમાં ૭૫૦૦ અસ્થિનું પૂજન કરાયું.*
*રાજકોટ શહેર તા.૬/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં ૭૫૦૦ લોકોને અગ્નિદાહ આપ્યો હતો. તેમનો અસ્થી પૂજનનો કાર્યક્રમ રવિવારે ૭ થી બપોરે ૨ કલાક સુધી બ્રાહ્મણોએ શાસ્ત્ર વિધિ મુજબ યોજાયો હતો. મૃતકોના તમામ સ્વજનોને સરગમ ક્લબ દ્વારા વ્યકિતગત પત્ર લખી રવિવારે અસ્થી પૂજન માટે બોલાવાયા હતા. જેમાંથી ૩૫૦૦ જેટલા લોકો અસ્થી પૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા. કુલ-૭૫૦૦ અસ્થીઓનું પૂજન કરાયું હતું. સરગમ કલબ આગામી તા.૫મી જાન્યુઆરીએ આ તમામ અસ્થીઓનું વિસર્જન કરવા હરિદ્વાર રવાના થશે. અને ૭મી જાન્યુઆરીએ એ દરેક મૃતક વ્યકિતનું નામ બોલી બોલીને અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરશે. ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, સરગમ કલબના દરેક હોદેદાર સ્વખર્ચે અસ્થિનું વિસર્જન કરવા હરિદ્વાર જશે. સમગ્ર અસ્થી પૂજનની વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન નીચે અને મુકિતધામના ઈન્ચાર્જ રમેશભાઈ અકબરી સાથે મનસુખભાઈ ધંધુકિયા, જગદીશભાઈ કિયાડા, દીપકભાઈ શાહ, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, પ્રફુલભાઈ પરમાર, શ્યામભાઇ પાણખાણીયા અને લેડીઝ કલબમાં અલ્કાબેન કામદાર, મધુરીકાબેન જાડેજા, જયશ્રીબેન વ્યાસ, અલ્કાબેન ધામેલીયા, વંદનાબેન પાણખાણીયા, પૂજાબેન ગણાત્રા, કૈલાશબેન વાળા, નીતાબેન પરસાણા, હીનાબેન પારેખ તમામ કમીટી મેમ્બર વ્યવસ્થા સંભાળેલ હોય.



