Gujarat

*રાજકોટ શહેર રાજ્યના ૪ મહાનગરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યુ ૩૧જાન્યુઆરી સુધી રહેશે યથાવત, મુખ્યમંત્રીએ કરી જાહેરાત.

શહેર તા.૧૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર રાજ્યના ૪ મહાનગરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યુ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી કે, રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. આજે ૧૫ જાન્યુઆરી કર્ફ્યૂની છેલ્લી તારીખ હતી. ત્યારે રાત્રી કર્ફ્યૂને લઇને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ ૩૧ જાન્યુઆરી સુધી લાગુ રહેશે. ૪ મહાનગરોમાં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ૪ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ આગામી ૧૫ દિવસ સુધી યથાવત રહેશે. આ વખતે કર્ફ્યૂના સમયમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જે લોકો રાત્રી કર્ફ્યૂનો ભંગ કરશે. તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *