જકોટ શહેર તા.૧૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરના પારસી અગીયારસી ચોકમાં આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષના ચોથા માળે ઓફિસ નં.૪૦૯ ઇન્સ્યોર કેર નામની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચના P.I વી.કે.ગઢવીની રાહબરીમાં P.S.I એચ.બી.ધાધલ્યા, રાજેશભાઇ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર, શક્તિસિંહ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસ સ્ટાફે ત્યાં જઈને જોયું તો ભારતના અલગ અલગ રાજ્યના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. ગેંગમાં કુલ-૪ યુવતીઓ સહિત ૭ લોકો સામેલ હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સામેલ (૧) લતીફ ઇરશાદભાઈ નરીવાલા ઉ.૨૨ રહે. રૈયારોડ નહેરુનગર રાજકોટ. ધો-૧૨ પાસ મૂળ.ધોરાજી જે કોલ સેન્ટરમાં સંચાલક છે. અન્ય ૬ આરોપીઓમાં (૨) આમીર અમીનભાઈ નરીવાલા ઉ.૨૭ રહે. રૈયા રોડ નહેરુનગર. ધો-૮ પાસ મૂળ.ધોરાજી જે કોલ સેન્ટરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો. (૩) નશરૂલ્લાહ અસ્પાકભાઇ પારૂપીયા ઉ.૨૨ રહે. રૈયારોડ નહેરુનગર મકરાનીનો ડેલો, ધો-૮ પાસ જે આસિસ્ટન્ટ સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. જ્યારે ટેલિકોલર તરીકે કામ કરતી. (૪) કાજલ ભરતભાઈ મકવાણા ઉ.૨૧ રહે. પંચનાથ પ્લોટ શેરી.૪ કૈલાશ હોસ્ટેલમાં ભાડેથી રાજકોટ. B.B.A સુધી ભણેલ છે. મૂળ,ભાવનગર (૫) કોમલ હરેશભાઇ પ્રાગડા ઉ.૨૨ રહે. રોયલ પાર્ક-૯ ઘનશ્યામ હોસ્ટેલ, કે.કે.વી.હોલ પાસે. ગ્રેજયુટ સુધી ભણેલ છે. મૂળ.લાલપુર (૬) પુજા રસીકભાઇ સોલંકી ઉ.૨૪ રહે. નવાગામ રામાપીરના મંદિર પાસે, M.A.B.એડ સુધી ભણેલ છે. (૭) સાહીસ્તા વસીમભાઇ તુંપી ઉ.૨૨ રહે. ગરીબ નવાઝ પાર્ક-૨ જામનગર, ગ્રેજયુટ સુધી ભણેલ છે. નો સમાવેશ થાય છે. એન્જલ બ્રોકિંગમાંથી લીડ ડેટા મેળવી કોઈ ડેવલોપર પાસેથી ફોરેક્ષ ટ્રેડિંગની ઇગલ ટ્રેડ અને ગ્લોબલ ટ્રેડ નામની મોબાઈલ એપ્લિકેશનો બનાવી તેને ગૂગલ પ્લેસ્ટોરમાં મૂકી હતી. તેમજ ભારતના અલગ અલગ રાજ્યમાં રહેતા નાગરિકોને સૌપ્રથમ કોલ સેન્ટર મારફતે કસ્ટમરને ફોન કરી કહેતા કે ૨૦૦ થી ૫૦૦ ડોલર ભારતીય રૂપિયામાં આશરે રૂ.૧૫,૦૦૦ અને રૂ.૩૫,૦૦૦ માં ફોનમાં મોબાઇલ એપ્લિકેશનમાં ટ્રેડ કરવાથી ચોક્કસ નફો થાય તેવું કહી વિશ્વાસમાં લેતા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાંચના P.I વી.કે.ગઢવીની રાહબરીમાં P.S.I એચ.બી.ધાધલ્યાં સહિતના સ્ટાફે ૪ યુવતી સહિત ૭ શખ્સોની ધરપકડ કરી હતી. તેની પાસેથી લેપટોપ, રાઉટર, મોબાઈલ-૧૮, લાઈટબીલ, સક્રીપટ, હાજરી રજીસ્ટર, લીડ ડેટા સહિત કુલ-૯૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. તેમજ આરોપીઓએ અલગ અલગ રાજ્યના કેટલા નાગરિકો સાથે છેતરપિંડી કરી છે. અન્ય કોણ સંડોવાયેલા છે. ગ્લોબલ ટ્રેડ અને ઇગલ ટ્રેડ નામની એપ્લિકેશન કોને બનાવી આપી. કબ્જે કરાયેલા મોબાઈલના કોલ ડિટેઇલ,નાગરિકોના નાણા કયા ખાતામાં મેળવતા હતા. ઓફીસની માલિકી કોની છે. ઉપયોગમાં લીધેલા મોબાઈલ નંબર કોના કોના નામે છે. આ તમામ મુદ્દાની તપાસ માટે ૭ આરોપીને રિમાન્ડ માટે કોર્ટ હવાલે કરવામાં આવશે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી, એચ.બી.ધાંધલીયા, સુભાષભાઈ ધોધારી, રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિદ્ધરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર, શક્તિસિંહ ગોહિલ, ભુમીકાબેન ઠાકર, દેવરાજભાઈ કળોતરા, નાઓએ કામગીરી કરેલ હોય.*
*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*
