Gujarat

રાજસ્થાનના બાખાસરનું કચ્છનું રણ ચાંદી જેવું ચમકે છ

ભુજ ,
કચ્છના વિશ્વપ્રસિદ્ધ ધોરડો પાસેના રણમાં ચાલુ વર્ષે હજુ પાણી ભરાયેલા છે. જેના કારણે પ્રવાસીઓ સફેદ રણની સુંદરતા માણી શકતા નથી. જાેકે કચ્છના ધોળાવીરા પાસેના રણમાં પાણી સુકાઇ ગયા છે. જ્યાં પ્રવાસીઓ રણનો આનંદ માણી રહ્યા છે. તો બીજીબાજુ રાજસ્થાનમાં પણ પાણી સુકાઇ જતા સફેદ ચાદર છવાઇ ગઇ છે.કચ્છનું રણ રાજસ્થાન સુધી વિસ્તરેલું છે. આ રણ લગભગ ૭૫૦૦ ચો.કિમીમાં ફેલાયેલું છે અને વિશ્વના સૌથી મોટા મીઠાના રણમાંના એક છે. આ રણ રાજસ્થાનના બાડમેરના બાખાસર સુધી છે. રણનો માત્ર ૫ ટકા વિસ્તાર રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાં એક વિસ્તારમાં તો કચ્છના મીઠા અને થારના રેતીના રણનું મિલન પણ થાય છે. આ કચ્છના રણની સુંદરતા બેમિશાલ છે. જુદી-જુદી ઋતુમાં રણ પોતાના રૂપ- રંગ બદલે છે. અરે દિવસે, સાંજે અને રાત્રે પણ રણના અલગ રૂપ દેખાય છે. કચ્છમાં રણને જાેવા વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રસ્તૃત તસવીર ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગુજરાત અને રાજસ્થાન સરહદ પર બાડમેરના બખાસર પાસેની છે. અહીં રણ જાણે ચાંદી હોય તેવુ લાગે છે. વળી જ્યાં થોડા પાણી ભરાયેલા છે ત્યાં સાંજે સોનેરી અને રાત્રે ચાંદીની ચમક જાેવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *