બોટાદ જિલ્લા રાણપુર શહેરમાં એન.એમ.ગોપાણી પોલીટેકનીક ખાતે કોવીડ કેર સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યુ.રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના કોવીડ–૧૯ ના દર્દીઓને બોટાદ ખાતે જવુ પડતું હતુ તેને ધ્યાને લઈ આજરોજ એન.એમ.ગોપાણી પોલીટેકનીક રાણપુર ખાતે જે કોવીડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે તેના દ્વારા સ્થાનિક જ સારવાર મળી રહેશે.આ લોકાર્પણ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણ સિંઘ સાંદુ,રાણપુરની ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક અને જાણીતા ઉદ્યોગપતિ વિશાલભાઈ મકવાણા,જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, પોપટભાઈ અવૈયા,રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,સભ્યો પ્રકાસભાઈ સોની,નરેન્દ્રભાઈ દવે,વામનભાઈ સોલંકી તથા રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી સહિત રાણપુર શહેર તેમજ તાલુકા ભાજપના આગેવાનો,હોદ્દેદેરો અગ્રણીઓ, નાયબ કલેકટર મિયાત્રા,આર.કે.વંગવાણી તથા આરોગ્ય વિભાગના અધિકારી–કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા…


