બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ડોક્ટર્સ એસોસીએશન દ્વારા સીરી હોટેલ ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદના નિષ્ણાત તબીબોએ ભાગ લીધો હતો.આ કોન્ફરન્સ માં ડૉ. અંકીત આર. દરેડિયા (ક્રિષ્ના ઇમેજિંગ સેન્ટર) દ્વારા રાણપુરના જનરલ પ્રેક્ટિશનર ડોક્ટર્સ માટે ચેસ્ટ એક્સ-રે બેઝિક્સ વિષય પર લેક્ચર લેવામાં આવ્યું હતું.તેમની સાથે બોટાદના અન્ય આદરણીય ડૉક્ટર જીજ્ઞેશ વાઘેલા (શિવમ પીડિયાટ્રીક હોસ્પિટલ), ડો. ચિરાગ અનઘન (સિદ્ધિવિનાયક પ્રસૂતિ ગૃહ), ડો. રવિરાજ ભારાઇ (વડોદરિયા જનરલ હોસ્પિટલ) સહીતના ડોક્ટરો હાજર રહ્યા હતા.જ્યારે રાણપુર ડોક્ટર્સ એસોસીએશનના પ્રમુખ ડો.ધરાબેન ત્રિવેદી,ઉપ.પ્રમુખ ડો.અલ્તાફભાઈ મોદન,ડો.ચંન્દ્રેશભાઈ ત્રિવેદી,ડો.સુમનભાઇ પુજારા,ડો.સૌરભભાઈ દવે,ડો.સંજયભાઈ અગોલા સહીત રાણપુર તાલુકાના ડોક્ટરો હાજર રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


