ભારતીય સંસ્કૃતિ માં દિવાળીના તહેવાર ને અનેરૂ મહત્વ રહેલુ છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં શ્રીમતી સી.એસ.ગદાણી હાઈસ્કૂલ મા દિવાળી ઉત્સવ નિમિત્તે રંગળી સ્પર્ધા તેમજ ગ્રિટીંગકાર્ડ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું જેમા વિધાર્થીઓએ વિવિધ રંગોથી રંગોળી બનાવી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.રંગોળી સ્પર્ધા મા ધોરણ ૧૦ ની વિધાર્થીની આે પ્રથમ સ્થાને , દ્વિતીય સ્થાન પર ધોરણ ૧૦ ના વિધાર્થીઓ તેમજ ત્રીજા સ્થાન ઉપર ૧૧ કોમર્સ ના વિધાર્થીઓ આવ્યા હતા.સી.એસ.ગદાણી હાઈસ્કુલ ના સંચાલક સંજીવભાઈ ગદાણી એ દરેક શિક્ષક મિત્રો તેમજ વિધાર્થીમીત્રો ને દિવાળી ની શુભકામના પાઠવી હતી તેમજ નંબર પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


