જો…સારા અને નિષ્ઠાવાન યુવા ઉમેદવારો ને મેદાન માં ઉતારે તો રાણપુર ગામનું ભલુ થાય..
આગામી 19 ડીસેમ્બર ના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર છે.જેના પડઘમ પણ વાગી ગયા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતની પણ ચુંટણી યોજાનાર છે.રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણી ને લઈને ઉમેદવારો ઉમેદવારી કરવા માટે થનગની રહ્યા છે.ત્યારે આ વખતે રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણી માં ભાજપ અને કોંગ્રેસ નો રીપીટ થીયરી અપનાવી યુવા ઉમેદવારો ને ટીકીટ ફાળવે તેવી રાણપુર શહેરમાં લોકમાંગ ઉઠી છે.રાણપુર શહેર 25 હજારની વસ્તી ધરાવતુ ગામ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને આ વખતે નો રીપીટ થીયરી અને નિષ્ઠાવાન સારા યુવા ઉમેદવારો ને મેદાન માં ઉતારવા લોકમાંગ છે.રાણપુર તાલુકા કક્ષા નું ગામ હોય પણ આજદીન સુધી રાણપુર શહેરના એકપણ વિસ્તારમાં ગંદકી દુર થઈ નથી કે કોઈ સારા રોડ-રસ્તા થયા નથી ત્યારે આ વખતે રાણપુર શહેરના લોકો ભાજપ અને કોંગ્રેસ પાસે આશા રાખી રહ્યા છે આ વખતે બંને પાર્ટી તમામ વોર્ડ માં નો રીપીટ થીયરી લાવી વધુ માં વધુ યુવા ઉમેદવારો ને મેદાન માં ઉતારે અને આગામી ગ્રામ પંચાયતમાં જેમ બને તેમ વધુ ને વધુ યુવાનો ચુંટાઈ તો રાણપુર નો વિકાસ થાય તેવુ લોકો માની રહ્યા છે.હવે જોઈ એ છીએ કે ભાજપ અને કોંગ્રેસ યુવા ઉમેદવારો ને મેદાન માં ઉતારી નો રીપીટ થીયરી લાવે છે કે પછી જુના જોગીઓને જ મેદાન માં ઉતારે છે……….
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
